વાંકાનેર તાલુકા પોલીસે બાઉન્ડ્રી નજીકથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે ને પકડી પાડ્યા

મોરબી એસપી એસ આર ઓડેદરા ની સૂચનાથી ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પીએસઆઈ આર પી જાડેજા ની ટીમ ચેકિંગમાં હતી એ દરમ્યાન વાંકાનેર ચોટીલા બાઉન્ડ્રી નજીકથી રીનોલ્ટ કાર જીજે ૦૩ એચ આર ૨૭૫૨ ને રોકી તપાસ કરતા તેમાથી મેકડોવૉલ્સ ન.૧ ,રીઝર્વ વહીસ્કી ની બે લીટરની બોટલ નંગ ૪૨ કિંમત રૂપિયા ૪૨૦૦૦ ની મળી આવી હતી.

પોલીસે કારમાં સવાર ચેતન નાથાભાઇ ચિત્રોડા ઉ.વ.૩૮ જાતે પ્રજાપતિ કુંભાર ધંધો ડ્રાઇવીંગ રહે.રાજનગર નાના મવા મેઈન રોડ રાજકોટ મૂળ રહે સોમનાથ જુના મંદિર બાજુમાં જી.ગીર સોમનાથ અને કનક રણજીતભાઈ બુધેલા ઉ.વ.૪૪ જાતે ધોબી ધંધો ધોબીકમ રહે ગાંધીગ્રામ શેરી ન.૦૪ એસ.કે.ચોક પાસે રાજકોટ વાળા મળી આવ્યા હતા જેમાં પોલીસે ૪૨૦૦૦/- ની કિંમતનો દારૂ અને કાર કિંમત રૂપિયા ૩,૦૦,૦૦૦/- મળી કુલ મુદામાલ ૩,૪૨૦૦૦/- સાથે ધરપકડ કરી વાંકાનેર તાલુકા પોલીસમથકે ગુનો નોંધ્યો હતો આ કામગીરીમાં વાંકાનેર તાલુકા પીએસઆઈ આર પી જાડેજા ડિસ્ટાફના મયુરધ્વજસિંહ જાડેજા,ચમનભાઈ ચાવડા,બળદેવસિંહ મહાવીરસિંહ,હરિશ્ચંદ્રસિંહ અજમલસિંહ અને વિક્રમ કુંગશિયા રોકાયેલા હતા અને આરોપીઓ ક્યાંથી વિદેશી દારૂનો જથ્થો લાવ્યા અને ક્યાં લઈ જવાના હતા વગેરે તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •