Placeholder canvas

સેનેટરી ઈન્સ્પેકટર ડિપ્લોમા કોર્સમાં વાંકાનેરના વિદ્યાર્થીએ રાષ્ટ્રીયકક્ષાએ પાંચમું સ્થાન મેળવ્યું

તાજેતરમાં એઆઈઆઈએલએસજી દ્વારા જાહેર થયેલ સેનેટરી ઈન્સ્પેકટર ડિપ્લોમા કોર્સના પરિણામમાં ઓલ ઈડિ ય ઈન્સ્ટિટયુટ ઓફ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ ની રાજકોટ શાખાના જુલાઈ ૨૦૨૦-૨૧ બેચના કુલ પાંચ વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ ૧૦માં સ્થાન મેળવ્યું છે.

રાષ્ટ્રીયકક્ષાએ પ્રથમ ક્રમ પર દેગામા નિલેશકુમાર કાળુભાઈ ૯૧.૩૮ ટકા, ચોથા ક્રમે ચાંડેગ્રા મયુર જગીભાઈ ૮૯.૩૮ ટકા, પાંચમા ક્રમે અઘારા વિજય પિતામ્બરભાઈ ૮૯.૧૩ ટકા, નવમા ક્રમાંકે હંસોરા યશસ્વી હિતેષભાઈ ૮૭.૬૩ ટકા અને દસમાં ક્રમાંકે બાંભણિયા વિશાલભાઈ ભગવાનભાઈ ૮૭.૦૫ ટકા સાથે ઉત્તીર્ણ થયેલ છે.

આ વિદ્યાર્થીઓમાં ૮૯.૧૩ ટકા સાથે રાષ્ટ્રીયકક્ષાએ પાંચમા ક્રમે આવેલ અઘારા વિજય પિતામ્બરભાઈએ વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં જલારામ તેમની પાછળ રહે છે. તેઓએ આ એસ.આઈ.ના કોરસમાં રાષ્ટ્રીય કક્ષાએ પાંચમું સ્થાન મેળવીને પોતાની કોલેજ અને વાંકાનેરનું ગૌરવ વધારેલ છે.

આ સમાચારને શેર કરો