Placeholder canvas

વાંકાનેર: ફળેશ્વર મહાદેવ મંદિર દ્વારા ગરીબોને રાશન કિટનું વિતરણ કરાયું

વાંકાનેર : વાંકાનેરના જડેશ્વર રોડ ઉપર વર્ષો પુરાણી ઐતિહાસિક પૂજ્ય મુનિબાવાની જગ્યા પર શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. આ જગ્યાના બ્રહ્મલિન મહંત પૂ. રામકિશોરદાસજીનો ‘ભજન કરો અને ભોજન કરાવો’નો જીવનમંત્ર હતો. આ તેમના આ જીવનમંત્રને ચરિતાર્થ કરવા માટે આ પવિત્ર જગ્યામાં પૂ.ગુરુદેવની કૃપાથી સાધુ-સંતો અને ગરોબો ભોજન કરાવવાની આજે પણ સેવાપ્રવૃત્તિ ચાલી રહી છે. તેમજ ગૌશાળા અને પક્ષીચણ જેવી પણ સેવાપ્રવૃત્તિ થાય છે.

ત્યારે હાલ કોરોના વાયરસને કારણે લોકડાઉન ચાલતું હોય રોજનું કમાઈને રળી ખાતા શ્રમિકો સહિતના ગરીબોને ભોજનના સાંસા ન પડે તે માટે આજે ફળેશ્વર મહાદેવ મંદિર ગરીબોની વહારે આવ્યું હતું અને ફળેશ્વર મહાદેવ મંદિર તેમજ સેવકગણ દ્વારા પ્રાંત અધિકારી વસાવા સાહેબ, ઉદ્યોગપતિ પ્રજ્ઞેશભાઈ પટેલ તેમજ આ મંદિરના પટેલ બાપુ તથા આંબેડકર નગરના અગ્રણીઓની હાજરીમાં વકાનેર શહેરમાં જ્યાં જ્યાં ગરીબો રહે છે તે દરેક વિસ્તારોમાં આજે તમામ ગરીબોને રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ રાજકોટ બહારના વિસ્તારોમાં પણ ગરીબોને રાશન કીટ અપાઈ હતી. આ રીતે 1224 રાશન કિટનું વિતરણ કરીને ગરીબોની પેટની આંતરડી ઠારવાનો ઉમદા પ્રયાસ કર્યો હતો.

આ સમાચારને શેર કરો