Placeholder canvas

વાંકાનેર નેશનલ હાઈવેની ચોકડી બની રહી છે ‘ગોજારી ચોકડી’ પાંચ વાહનોનું અકસ્માત.

વાંકાનેર નેશનલ હાઈવેની જકાતનાકા પાસે આવેલી ચોકડી હવે ‘ગોજારી ચોકડી’ બની રહી છે અહીંયા પોલીસ તો હોય છે TRB તેના જવાનો પણ હોય છે તેવો ટ્રાફિક જામ થાય ત્યારે અને માસના ટાર્ગેટ પુરા કરવાના હોય ત્યારે હરકતમાં આવે છે. આજ ચોકડીની બંને બાજુ મોરબી અને ચોટીલા માટે પેસેન્જર લઈને જતા વાહનો પાર્કીંગ બની ગયું છે અને સામે મહાવીર આઇસ્ક્રીમ પાસેની જગ્યામાં હાઈવે ઉપર વાહનો પાર્કીંગ કરવામાં આવી રહ્યા છે આ બધું જ અમુક નજરે પોલીસ જોઈ રહેશે આમ છતાં એ કોઈ પગલાં લેવાયા નથી આ પોલીસની ઢીલી નીતિના અથવા તો વહીવટી નીતિના કારણે અહિયા અવારનવાર અકસ્માત થઈ રહ્યા છે

હજુ આ હાઈવે ચોકડી ઉપર એક વ્યક્તિનો જાન લીધો હતો તે એક્સિડન્ટના વાહનોનાં એસએસસીના કટકાઓ હજી ત્યાંથી હટાવાયા નથી ત્યાં જ ફરી પાછું આજે બપોરના લગભગ એવા જ સમયે એક અકસ્માત થયો છે. જેમાં એક ટ્રક, યુનિટીલીટી, ઈનોવા કાર, એસકોર્સ કાર અને સાયકલનું અકસ્માત થયું હતું તેમાં એક સાયકલ સવાર મોટી ઉંમરના વડીલને અડફેટમાં લઈ લીધા છે.

આ એક્સિડન્ટમાં કુંભારપરામાં રહેતા સાઈકલ સવાર ૬૪ વર્ષીય કુરેશી ઉમરભાઈ હાસમભાઇ ને પગમાં ગંભીર ઇજા થઇ છે, કદાચ તે પછી જશે પણ તેમનો પગ બચી નહીં શકે. તેઓને પ્રથમ વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે.

આ ગોજારી ચોકડીની બંને બાજુ મોરબી અને ચોટીલા માટે પેસેન્જર લઈને જતા વાહનો પાર્કીંગ બની ગયું છે અને સામે મહાવીર આઇસ્ક્રીમ પાસેની જગ્યામાં હાઈવે ઉપર વાહનો પાર્કીંગ કરવામાં આવી રહ્યા છે આ બધું જ મુક નજરે પોલીસ જોઈ રહી છે આમ છતાં કોઈ પગલાં લેવામા આવતા નથી. આ પોલીસની ઢીલી નીતિના અથવા તો વહીવટી નીતિના કારણે અહિયા વાહનો આડેધડ ઉભા રહેવા દેવામાં આવે છે અથવા તો પાર્કિંગ કરવા દેવામાં આવે છે. જેમના કારણે અહીંયા અવારનવાર અકસ્માત થઈ રહ્યા છે. પોલીસ હવે જાગ છે ? કે હજુ વધુ ભોગ લેવાનો ઇન્તજાર કરશે ?

આ સમાચારને શેર કરો