Placeholder canvas

વાંકાનેર નગરપાલિકામાં કોંગ્રેસ વધુ એક વખત ખાતું પણ ન ખોલાવી શકી ! ભાજપ 24, બસપા 04, કોંગ્રેસ 00, આપ 00

વાંકાનેર નગરપાલિકા નું ચૂંટણી પરિણામ જાહેર થઇ ગયું છે. જેમાં કોંગ્રેસ વધુ એક વખત ખાતું પણ ખોલાવી શકી નથી ! જ્યારે બસપાના વોર્ડ નંબર 4માં ચારે ચાર ઉમેદવાર વિજેતા થયા છે.

વાંકાનેર નગરપાલિકામાં કુલ 7 વોર્ડ છે જેમાંથી ભાજપ 6 વોર્ડમાં ચૂંટણી લડતું હતું અને છ એ છ વોર્ડમાં તેમના બધા જ ઉમેદવારો વિજેતા થયા છે. જ્યારે વોર્ડ નંબર 4માં બસપા અને કોંગ્રેસ સામ સામે લડતા હતા તેમાં બસપાના ચારે ચાર ઉમેદવાર વિજેતા થયા છે. જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વાંકાનેર નગરપાલિકામાં પોતાનું પણ ખોલાવી શકી નથી, વધુમાં મળેલી માહિતી મુજબ વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટીનો વોટશેર વધારે છે.

આ સમાચારને શેર કરો