Placeholder canvas

વાંકાનેર નગરપાલિકાનું વોર્ડ 2 પ્રત્યે સાવકુ વલણ: ગટરનું ગંધાતુ પાણી રસ્તા પર: લોકો ત્રાહીઆમ

વાંકાનેર : નગરપાલિકા વોર્ડ નં. 2 પ્રત્યે સાવકુ વલણ રાખી રહી છે, તેમના અમરપરા, મિલપ્લોટ વિસ્તારના સ્થાનિકો દ્વારા વાંકાનેરમાં વોર્ડ નં. 2થી રેલ્વે સ્ટેશન જતો રોડનું છેલ્લા 6 માસથી વધુ સમયથી સી.સી. રોડનું કામ બંધ છે. આ કારણે ગટરના ગંદા પાણી રસ્તા ઉપર ભરાયેલ છે. આ અંગે અવાર-નવાર રજૂઆત કરવા છતા કાર્યવાહી કરવામાં આવતી નથી. આ વિસ્તારના નગરજનો જટીલ બીમારીમાં સપડાય તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે ત્યારે યોગ્ય કાર્યવાહી કરવા અંગે જિલ્લાના નાયબ કલેક્ટર તથા નગરપાલિકાના મુખ્ય અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવેલ છે.

આ લેખિત રજુઆતમાં જણાવાયું છે કે વાંકાનેરના નગર પાલીકાના વોડૅ નં. 2માં મિલપ્લોટ ચોકથી રેલ્વે સ્ટેશન જતા માર્ગ ઉપર છેલ્લા 6 માસ કરતા વધારે સમયથી નગરપાલીકા દ્વારા સી.સી. રોડ બનાવવા ખોદકામ કરી નાખેલ છે. આ કામના ખોદકામથી ઘરના વોશરૂમની ભોખાળના કનેકશન ભુગર્ભે ગટર સાથે જોડાયેલ હતા. તેવા કનેકશન તુટી જતા છેલ્લા 6 માસથી આ ગટરના પાણી જાહેર માર્ગો ઉપર ભરાય છે. આ બાબતે નગરપાલિકાના મુખ્ય અધિકારીને યોગ્ય કરી આપવા અવાર-નવાર રજૂઆત કરેલ છે. પરંતુ કોઈપણ જાતની કામગીરી નહિ કરતા આ ગટરના ગંદા પાણી જાહેર માર્ગે ઉપ૨ આખા રોડ ઉપર ભરાયેલ રહે છે. આ ગંદા પાણીમાંથી વાહનો પસાર થાય છે. લોકો આમાંથી ચાલતા પસાર થાય છે, આજુબાજુવાળા દ્વારા એકબીજા ઉ૫૨ દોષ નાખી આ વિસ્તારની શાંતિ સુલેહ ભંગ થાય તેવું થાય તેમજ આ ગટરના ગંદા પાણીથી નગરજનો જટિલ બિમારીમાં સપડાય તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. તેથી, આ બાબતે અત્યંત ગંભીરતાપૂર્વકની નોધ લઈ સત્વરે ગટરના ગંદા પાણી રસ્તા ઉપર ભરાયેલ છે, તેનો યોગ્ય ઉપાય કરવા સર્વેની અપીલ કરાઈ છે.

વધુમાં, રજુઆતમાં જણાવેલ છે કે વાંકાનેર નગરપાલીકા દ્વારા છેલ્લા 6 માસથી રોડનું કામ કરવા ખોદકામ કરી નાખ્યા બાદ ઘણા દિવસો સુધી આ વિસ્તારમાં કામ શરુ કરેલ નથી, અને અધિકારીને ૨જુઆત કરવા છતા ધ્યાન નહિ આપી અને ફ૨જ બેદરકારી દાખવી રહયા છે. જેના કારણે આ વિસ્તારમાં નગરજનોમાં સુલેહ ભંગ થશે, અથવા કોઈપણ અઈચ્છનિય બનાવ બનશે, ત્યારે સીધી જવાબદારી નગરપાલીકાના મુખ્ય અધિકારીની ગણાશે.

હાલે કોરોનાની મહામારી ચાલી રહેલ છે, ત્યારે સ્વચ્છતાને અગ્રતાક્રમે લેવાઈ ૨હેલ છે. તેમ છતાં નગ૨પાલીકાના કામથી ઉદભવેલ ગંદકી અને તેના કારણે લોકોમાં અશાંતિનું વાતાવરણ ઉભુ થાય, રોડના ખોદકામથી વાહનચાલકો પડી જતા શારીરીક ઈજાઓનો ભોગ બની ૨હયા છે, લોકોની રજુઆતો નગરપાલીકા દ્વારા ગંભીર રીતે લેવામાં આવતી નથી. ચોમાસાની શરુઆત થવા જાય છે. ચોમાસામાં આ વિસ્તારના રસ્તાઓની સ્થિતિ અતિ ગંભીર થશે ત્યારે લોકો ગંભીર બિમારીથી સપડાય જાય અને લોકોના જીવ જોખમાય તેવી સંભાવના ઉભી થયેલ છે. તેથી, આ વિસ્તારમાં સત્વરે કાર્યવાહી હાથ ધરી આ મહામારીના સમયે ગટરના ગંદા પાણી જાહેરમાં ભરાયેલ છે, તેનો નિકાલ કરવામાં આવે અન્યથા આ બાબતે જવાબદાર વિરુદ્ધ કોર્ટ કાર્યવાહી કરવાની ફરજ બનશે, અને તેના તમામ પરિણામ અને ખર્ચની સઘળી જવાબદારી જવાબદાર અધિકારીની રહેશે. તેમ લેખિત રજુઆતમાં જણાવેલ છે.

આ સમાચારને શેર કરો