વાંકાનેર: ખડીપરામાં વીજળી પડી, ઈલેક્ટ્રીક ચીજ-વસ્તુ બળીને ખાખ

વાંકાનેર ના મિલપ્લોટ પાસે આવેલ ખડિપરામા આજે બપોરે વીજળી પડી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થયેલ નથી.

આજે બપોરે વાંકાનેર શહેર અને આસપાસના વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે કડાકા ભડાકા સાથે પા ઇંચ જેટલો વરસાદ પડયો હતો. વાંકાનેર શહેરમાં બે-ત્રણ જોરદાર કડાકા થયા હતા અને લોકોમાં કયા વીજળી પડી હોવાનો અંદેશો હતો. ત્યારે મળતી માહિતી મુજબ આજે બપોરે આશરે ત્રણ વાગ્યાની આસપાસ આવેલ વરસાદમાં વાંકાનેર શહેરના મીલપ્લોટ વિસ્તારની બાજુમાં આવેલ ખડીપરા વિસ્તારમાં પ્રવિણભાઇ છનાભાઇ સાકરીયાના ઘર ઉપર વીજળી પડી હોવાની માહિતી મળી છે.

વધુ મળતી માહિતી મુજબ ખડીપરામાં પ્રવિણભાઇ છનાભાઇ સાકરીયા ના મકાન ઉપર અગાસીમાં ફીટ કરેલ ટીવી ની ડીશ ઉપર વીજળી પડી હતી અને ડિશમાં ફીટ કરાયેલો કેમેરો તેમજ સમગ્ર ઘરનું ઈલેક્ટ્રીક વાયરીંગ, પંખા, ટીવી, ફ્રિજ અને બીજી ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ જે પાવર સપ્લાય સાથે કનેક્ટમાં હતા તે તમામ ગુડસ બળીને ખાખ થઈ ગયા છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/E8dgReCMZEvFSbLkqxZbHJ

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •