Placeholder canvas

વાંકાનેર: વિસિપરામાં લગ્નમાં DJ ધીમું વગાડવાનું કહેતા ગાળો આપી, ઘરની બારીનો કાચ તોડી નાખ્યો..!

વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં વાંકાનેરના વિસીપરા વિસ્તારમાં લગ્ન પ્રસંગ નિમિત્તે ઘરમાં ચાલી રહેલા ડી.જે.ને ધીમું વગાડવાનું કહેતા માથાકૂટ થઇ હતી અને ત્રણ શખ્સોએ ફરિયાદીના ઘરે તોડફોડ કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે.

વાંકાનેરના વિસીપરા સ્મશાનવાળી શેરીમાં રહેતા મનીષાબેન સંજયભાઇ સાકરીયાએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેમની ઘરની સામેની શેરીમા રહેતા રમેશભાઇના ઘરે લગ્ન પ્રસંગ હોવાથી મોટા અવાજે ડી.જે. વાગતુ હતું. જેથી, ફરીયાદીના પતિએ તે ડી.જે. ધીમુ વગાડવાનું કહેતા ઉશ્કેરાઈને આરોપીઓ ભરતભાઇ રામજીભાઇ માલકીયા, રમેશભાઇ તેજાભાઇ માલકીયા તથા ભરતભાઇના ફુવાએ ઘર પાસે આવી ગાળો આપી ધોકાથી મનીષાબેનના ઘરની બારીનો કાચ તોડી નાખ્યો હતો. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલમાં સીટી પોલીસે ફરિયાદ નોંધી બનાવની તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો