Placeholder canvas

વાંકાનેર: પાંચદ્વારકામાં સામન્ય બાબતે યુવાનને માર મારી બાઇકમાં તોડફોડ

વાંકાનેર : વાંકાનેરમાં બાઈક સાથે રીક્ષા સહેજ ભટકાવવાની સામાન્ય બાબતમાં ઉશ્કેરાયેલા ત્રણ શખ્સોએ બાઈક ચાલક અને તેના ભાઈને માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ મામલે રીક્ષા ચાલકે ત્રણ શખ્સો સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ બનાવની ફરિયાદ પરથી ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના પાંચદ્વારકા ગામે રહેતા અને રીક્ષા ડ્રાઇવર તરીકે ધંધો કરતા મનીષભાઇ પોપટભાઇ દંતેસરીયા (ઉ.વ.૨૦) એ કેશુભાઇ રામજીભાઇ દંતેસરીયા, રામજીભાઇ કાનજીભાઇ દંતેસરીયા, જીગ્ગો ઉર્ફે જેન્તી દંતેસરીયા (રહે. ત્રણેય પાંચદ્રારકા-વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી.

તા. ૩ના રોજ પાંચદ્વારકા ગામે ફરીયાદી પોતાના ઘર પાસે શેરીમાં પોતાનુ મોટર સાઇકલ લઇ ઉભેલ હોય. તે વખતે આરોપીએ પોતાની ઓટો રિક્ષા લઇ નીકળતા રીક્ષા ફરિયાદીના મોટર સાઇકલ સાથે ઘસાતા ફરીયાદીએ આરોપીને ઠપકો દેતા આરોપીએ ગાળો બોલી ઝપાઝપી કરી છાતીમાં ઢીકો મારી મુઢ ઇજા કરી હતી. તેમજ ફરીયાદીના મોટા ભાઇ આવી વચ્ચે પડતા આરોપીઓએ પાઇપ વડે સાહેદ અરવીંદભાઇને હાથમાં મુઢ ઇજા કરી તથા પથ્થરો ફેંકી ફરીયાદીના મોટર સાઇકલમાં નુકસાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો