Placeholder canvas

વાંકાનેર: રાતીદેવળી કન્યા પ્રાથમિક શાળાના શિક્ષિકા ડૉ.પાયલબેન ભટ્ટ દ્રારા સોશ્યલ મીડિયા મારફત અપાતુ શિક્ષણ…

નોવેલ કોરોના વાયરસ ને ધ્યાને લઇને ભારતમાં ૨૧ દિવસ લોક્ડાઉન જાહેર કરવામાં આવેલ અને બાદમાં લોક્ડાઉન-2માં વધુ 19 દિવસનુ લોકડાઉન જાહેર થતા તેને ધ્યાને લઇને સરકારી પ્રાથમિક શાળાઓ પણ બંધ છે તો બાળકો વાંચન,લેખન અને ગણનમાં નબળા ન રહે તેમજ તેમનો અભ્યાસ ન બગડે તે માટે મોરબી જિલ્લા વાંકાનેર તાલુકાની રાતીદેવળી કન્યા પ્રાથમિક શાળાના ભાષા શિક્ષક ડો.પાયલબેન ભટ્ટ દ્રારા તેમની યુ ટુબ ચેનલના માધ્યમથી બાળકોને ગુજરાતી,સંસ્કૃત અને અંગ્રેજી વિષયમા પાયાનુ શિક્ષણ મળી રહે અને ભાષાનો પાયો મજ્બૂત કરવા માટે રોજે રોજ ૫ થી ૧૦ મિનિટ ના વિડીયો બનાવીને યુ ટુબ ચેનલ પર અપલોડ કરવામા આવે છે.

યુ ટુબ ચેનલ પર અપલોડ કરેલ વિડીયો શાળાના વાલીઓનું વોટ્સ એપ ગ્રુપ બનાવેલ છે તેમાં લિંક મોકલવામાં આવે છે. બાળકો આ લિંક દ્રારા ઘરે બેઠા બેઠા સોશિયલ ડીસ્ટ્ન્સ ને ધ્યાને લઇને જોવે છે.અને અભ્યાસ કરે છે જેથી બાળકોમા શિક્ષણ કાર્યનું સાતત્ય જણવાઇ રહે છે અને ભાષાનું સામાન્ય જ્ઞાન પણ મળે છે.બાળકોને જે મુદ્દો ન સમજાય તે ફોન દ્રારા કે વોટ્સ એપ ના માધયમ દ્રારા સમજાવવામાં આવે છે.સાથે સાથે સી.આર.સી.વાંકીયા ૧ અને બીજા ગ્રુપમા પણ શેર કરવામા આવે છે તેના કારણે ગુજરાતના પ્રાથમિક શાળાના બાળકો પણ જોઇ શકે.

આવા ઉમદા કાર્ય કરવા બદલ વાંકીયા સી.આર.સી. આબિદઅલી પણ અભિનંદન આપે છે સાથે જ વાંકીયા સી.આર.સી.ના તમામ શિક્ષકોને અનુરોધ કરેલ કે પરિવારનો માળો, હોમ ફોર સ્ટ્ડીનું સાહિત્ય તેમજ ધોરણ ૫ થી ૮ના બાળકોને લેશન માટે આપેલ લિંકનો ઉપયોગ કરવા માટે વાલીને ફોન દ્રારા સમજાવે અને બધા બાળકો ઉપયોગ કરે.
https://youtu.be/-TJpretbTRY

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/K1QHeiulFjQCXJeeqLMEL0

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

કપ્તાનની મોબાઈલ એપ્સ ડાઉનલોડ કરો…

એપ્સ ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…..

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો