Placeholder canvas

વાંકાનેર:નગરપાલિકાની લાપરવાહીના કારણે ગાય પાણીના વાલની કુંડીમાં પડી

વાંકાનેર: સરકારી તંત્રમાં લાપરવાહી હોવી એ હવે કોઇ મોટી બાબત નથી કેમકે હવે સરકારી તંત્રોને લાપરવાહી અને બેદરકારીનો ગઢ ગણવામાં આવે છે. પરંતુ ઘણી વખતે તંત્રની લાપરવાહી કે બેદરકારીના કારણે જાનનું જોખમ પણ ઉભું થતું હોય છે અને કેટલાક કિસ્સાઓમાં તો લોકોની કે પશુઓની જાન ગયાના પણ બનાવો અવારનવાર સામે આવતા રહે છે.આમ છતાં આ સરકારી તંત્ર સુધરતું નથી…

આવી જ ઘટના વાંકાનેર સ્ટેચ્યુ પાસે આવેલી સરકારી હોસ્પિટલની બાજુમાં એક પાણીની કુંડી ઘણા સમયથી ખુલ્લી છે અને આ કુંડીમાં પાણી ભરેલું રહે છે. આ કુંડળીમાં એક ગાય રાત્રીના પડી ગઈ હતી તેમને બહાર નીકળવાની ખૂબ કોશીશ કરી.પણ નીકળી ન શકે આખી રાત ગાય કણસતી રહી ત્યારે સવારે લોકોના ધ્યાનમાં આવ્યું અને અમુક ખરેખર ગૌપ્રેમી લોકો આવ્યા અને પાઇપનો ઉપયોગ કરીને માંડ માંડ ગાયને બહાર કાઢી, ગાય બહાર નીકળતા જ જાણે કે જાન બચી તેમ ભાગી…

અત્રે ઉલ્લેખનીય છે કે નગરપાલિકાની આ પાણીની કુંડી (પાણીના વાલની કુંડી) માં પાણી ભરેલું રહે છે અને આ કુંડળીને નગરપાલિકાએ ન ઢાંકીને ઘોર બેદરકારી દાખવી રહી છે અત્રે એ ઉલ્લેખનીય છે કે આ કુંડીની બાજુમાં રેસીડન્ટ વિસ્તાર આવેલો છે ક્યારેક કોઈ બાળકની અકસ્માતે જાન જાય ન જાય ત્યાર પહેલા નગરપાલિકાનું વહીવટી તંત્ર આળસ ખંખેરે અને આ કુંડીને ઢાંકવાની તાત્કાલિક તજવીજ કરે તેવી સ્થાનિકોની માંગણી અને લાગણી છે.(pboto by -sunilhai)

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

વોટ્સએપ:-
આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Jse1BNncG9P7UIplHGIPcK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

આ સમાચારને શેર કરો