વાંકાનેર: ચેક રિટર્ન કેસમાં વાંકાનેરના ઉદ્યોગપતિને સજા

વાંકાનેર: તાલુકાના રાતીદેવડીના રહીશ બાદી તોફિક ઉસ્માનભાઈ એ તેમનો કપાસ સૌરાષ્ટ્ર જીનિંગ એન્ડ પ્રોસેસિંગના નામથી ચાલતી ભાગીદારી પેઢી ને વેચાણ કરેલ જેના રૂપિયા 250900 પુરા લેવાના હોય જે અંગે પેઢી તરફથી ચેક આપવામાં આવેલ તેમજ વાંકાનેર તાલુકાના રાણેકપર ગામના રહીશ બાદી અમીયલ મહમદભાઇએ પણ સૌરાષ્ટ્ર જીનિંગ એન્ડ પ્રોસેસિંગને રૂપિયા 284565 પુરાનો કપાસનું વેચાણ કરેલ જે અંગે પેઢી તરફથી તેમને પણ ચેક આપવામાં આવેલ પરંતુ આ બંને જેકો સ્વીકાર્યા વિના પરત થતા અને આસામીઓ તેમના વકીલ હરેશભાઈ એમ શેઠ મારફત નિયમ મુજબ નોટિસ આપી વાંકાનેર કોર્ટમાં નેગેશિયેબલ ઇનસ્ટ્રુમેન્ટ એક્ટ અન્વયે ફરિયાદ દાખલ કરેલ હતી.

આ કેસ ચાલી જતા બંને પક્ષકારોને સાંભળીને બંને કેસમાં વાંકાનેરના એડિશનલ સિવિલ જજ તથા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ શર્મા સાહેબે સૌરાષ્ટ્ર જીનિંગ એન્ડ પ્રોસેસિંગના ભાગીદારો હિમાંશુ એચ. જોબનપુત્રા, ચેતન એચ.જોબનપુત્રા તથા કિરીટ કે જોબનપુત્રા ને બે વર્ષની સાદી કેદની સજા તથા ચેકથી ડબલ રકમનો દંડ કરતો તારીખ 3/ 9/ 2020 ના રોજ હુકમ કરેલ છે અને જો દંડની રકમ ભરવામાં ન આવે તો વધુ છ માસની સજા કરવાનો હુકમ કરેલ છે. તેમજ બંને કેસના દંડની રકમ ફરિયાદીને ચૂકવવાનો હુકમ કરેલ છે. આ કેસમાં ફરિયાદી વતી વાંકાનેરના સિનિયર એડવોકેટ એચ.એમ. શેઠ રોકાયેલા હતા.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/DEu4hGaAFCkKgqPWw0goaT

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

વોટ્સએપથી પહેલા સમાચાર મેળવવા માટે કપ્તાનની ટેલિગ્રામ ચેનલ જોઈટ કરવા નીચેની લિંક પર ક્લીક કરો…..

https://t.me/kaptaannews

આ સમાચારને શેર કરો
  • 532
  •  
  •  
  •  
  •  
  •  
    532
    Shares