Placeholder canvas

વાંકાનેર: અમરનાથ સોસાયટીના કોરોના પોઝિટિવ ઉર્મિલાબાનું મૃત્યુ

વાંકાનેર: આજે વાંકાનેર તાલુકામાં કોરોના કારણે પ્રથમ મૃત્યુ થયાના સમાચાર સામે રહ્યા છે.

વાંકાનેર : વાંકાનેરની અમરનાથ સોસાયટીમાં રહેતા પ્રવિણસિંહ રાયજાદા (ઉ.વ. 65) પોતે અને તેમના પુત્ર હરપાલસિંહ પ્રવિણસિંહ રાયજાદા (ઉં.વ.40) કોરોના સંક્રમિત થયા હતા. તેઓને રાજકોટમાં તબીબી સારવાર આપવામાં આવી હતી અને તેઓ થોડા દિવસોમાં જ તબિયત સારી થઈ જતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી હાલ તેવો હોમ કોરોન્ટાઈન છે.

ગત તારીખ 2 ના રોજ પ્રવીણસિંહના પત્ની ઉર્મિલાબા (ઉ.વ.55)ને શરદી તાવ આવતા તેઓનો કોરોના રિપોર્ટ કરતા પોઝિટિવ આવ્યો હતો. જેથી તેમને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ઉર્મિલાબા પ્રવીણસિંહ રાયજાદા તારીખ 2જી જુલાઈથી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ હતા તેવોનું આજે છ દિવસની સારવાર બાદ મૃત્યુ થયુ છે.

કોરોનામા વાંકાનેરમાં આજે પ્રથમ મૃત્યુ થયું છે અને મોરબી જીલ્લાનું આ બીજુ મૃત્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે હજુ ગઈકાલે જ ઉર્મિલાબા રાયજાદાના પુત્રવહુનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ હાલ વાંકાનેરની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

વાંકાનેરના રાયજાદા પરિવારમાંથી કુલ 4 સભ્યો કોરોના સંક્રમિત થયા હતા જેમાંથી પ્રવિણસિંહ અને હરપાલસિંહ બન્ને સાજા થઈ જતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને હાલમાં તેઓ હોમ કોરોનટાઇન છે. ત્યારે ગઈ કાલે હરપાલસિંહના પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે, તેઓ હાલ વાંકાનેરની સીવીલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને આજે પ્રવિણસિંહના પત્ની ઉર્મિલાબાનું દુઃખદ અવસાન થયેલ છે.

આ સમાચારને શેર કરો