Placeholder canvas

વાંકાનેરમાં કોરોનાએ બ્લાસ્ટ સાથે ફીફટી કરી પુરી, આજે 8 કેસ નોંધાયા

વાંકાનેરમાં આજે વાંકાનેરમાં કોરોના બ્લાસ્ટ થયો છે એક જ દિવસમાં આઠ કેસ નોંધાયા છે. એક જ દિવસમાં કેસ નોંધવાની સંખ્યા આજે રેકોર્ડ બ્રેક થઈ છે. આ સાથે કોરોનાએ વાંકાનેરમાં ફીફટી (અર્ધી સદી) ફટકારી છે.

વાંકાનેર આરોગ્ય વિભાગ તરફથી મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કોટડા ગામમાં ગઈકાલે એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ આજે વધુ ચાર પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે કોટડામાં નોંધાયેલા ચારેચાર પોઝિટિવ કેસ ગઈકાલ નોંધાયેલા પોઝિટિવ દર્દીના પરિવારજનો છે. આ ઉપરાંત વિવેકાનંદ સોસાયટીમાં 2 અમરનાથ સોસાયટીમાં 1 અને ભાટિયા સોસાયટીમાં 1 કેસ નોધાયો છે. આ સાથે વાંકાનેરમાં કોરોના પોઝિટિવ ના કુલ કેસ 50 થયા છે.

આજના કેસની વિગત:-

(1) ભાટીયા સોસાયટી 26 વર્ષીય પુરુષ

(2) વિવેકાનંદ સોસાયટી 72 વર્ષીય પુરુષ

(3) વિવેકાનંદ સોસાયટી 65 વર્ષીય મહિલા

(4) અમરનાથ સોસાયટી 50 વર્ષીય મહિલા

(5) કોટડા 21 વર્ષીય યુવાન

(6) કોટડા 18 વર્ષીય યુવાન

(7) કોટડા 47 વર્ષીય મહિલા

(8) કોટડા 35 વર્ષીય મહિલા

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/LJMz7tJT4WfAu6pgUBfkz5

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો