વાંકાનેર: આગામી રવિવારે બંધુ સમાજ દવાખાને રક્તદાન કેમ્પનું આયોજન

કોરોના મહામારીમાં ઉભી થયેલી લોહીની માંગણીના કારણે આયોજન કરેલ રક્તદાન શિબિરમાં રક્તદાન કરવા નમ્ર અપીલ…

વાંકાનેર: હાલમાં ચાલતી કોરોના મહામારી લોહીને માંગ ઊભી થઈ છે જેમાં જરૂરત મંદ લોકો ને લોહી મળી રહે તે માટે વાંકાનેરના યુવાનોએ પણ સહયોગ આપવા માટે એક શિબિરનું આયોજન કરેલ છે.

આગામી તારીખ 6 ડીસેમ્બર ના રોજ વાંકાનેરના બંધુ સમાજ દવાખાને રકતદાન કેમ્પનું આયોજન કરેલ છે આ રકતદાન કેમ્પમાં દરેક વાંકાનેર શહેર તાલુકાવાસીઓને રક્તદાન માટે આગળ આવવા જણાવ્યું છે.

આ રક્તદાન શિબિર વાંકાનેરના બંધુ સમાજ દવાખાના ખાતે 6 ડિસેમ્બરના રોજ સવારે 9થી બપોરના એક સુધી રાખવામાં આવેલ છે જેમાં દાતાઓએ રક્તદાન કરવા અપીલ કરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •