Placeholder canvas

વાંકાનેર: રાતીદેવડી-પંચાસીયા-વઘાસીયા અને હશનપર વિસ્તારમાં ત્રિદેવની તાકાત પર ચૂંટણી લડતો ભાજપ

વાંકાનેર આવતીકાલ રવિવારે સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચુંટણી યોજાશે સાંજે 6 વાગ્યે મતદાન પૂરું થશે અને 2 તારીખે પરિણામ પણ આવી જશે….

આજે પ્રચાર છેલ્લો દિવસ અને છેલ્લી રાત્ર છે, ત્યારે રાતિદેવળી જિલ્લા પંચાયત અને તેમના નીચેની ચાર તાલુકા પંચાયત એટલે કે રાતીદેવડી, પંચાસીયા, પંચાસર અને હસનપર તાલુકા પંચાયતની સીટો આ વખતે ભાજપ તેમના મજબૂત એવા ત્રણ આગેવાનો ત્રિદેવના દમ પર ચૂંટણી લડી રહ્યો છે. આ ત્રીદેવ એટલે કે યુસુફભાઈ શેરસીયા, ધર્મેન્દ્રસિંહ ઝાલા અને ગુલમહમદભાઇ બ્લોચ આ ત્રણે આગેવાનોની પોતાની આગવી ઓળખ છે, અને લોકોમાં તેમનું માન-સન્માન પણ છે. આ વિસ્તાર યુસુફભાઈ શેરસીયાનો વિસ્તાર નથી છતાં પણ આ વિસ્તારમાં પણ તેઓ લોકોમાં મન-સન્માન ધરાવે છે. જ્યારે વાકિયા અને પંચાસીયામાં હંમેશા લોકોની સાથે રહેતા ગુલમહંમદભાઈ પણ એટલું જ મહત્વ ધરાવે છે. એવી જ રીતે વઘાસીયાના ધર્મેન્દ્રસિંહ ઝાલા તેઓ પોતાના વિસ્તારના લોકોમાં ખૂબ આદર અને માન સન્માન ધરાવે છે જેમાં ખાસ કરીને ધમભાના પિતા બહાદુરસિંહ ઝાલાનું આ વિસ્તાર દરેક નાગરિક રિસ્પેક્ટ કરે છે એવી ઉજ્જવળ અને લાગણીશીલ છબી ધરાવે છે.

આ ભાજપના ત્રણેય અગ્રણી નેતાઓની તાકાતને તેમજ આ વિસ્તારના અન્ય આગેવાનો કિશોરસિંહ ઝાલા કોઠારીયા, મહાવીરસિંહ ઝાલા અને રસિકભાઈ વોરા રાતેદેવડી, પંચાસીયાના આગેવાનો હુસેનભાઇ સુથાર, ઈબ્રાહિમભાઈ માથકિયા, ગુલામભાઈ તેમજ અન્ય ગામોના આગાવાનોનો ટેકો હોવાના કારણે આ વિસ્તારમાં ભાજપના ઉમેદવારો વિજેતા થાય તેવું વાતાવરણ ઉભું થયું છે. આ વિસ્તારમાંથી ભાજપને ખૂબ સારું પરિણામ મળશે તેવુ માનવામાં આવી રહ્યું છે. આ વિસ્તારની રાતીદેવળી જીલ્લા પંચાયત, પંચાસીયા અને પંચાસર તાલુકા પંચાયત હોટ સીટ ગણાય છે અને તમામ લોકોની નજર અહીં મંડરાયેલી છે. ત્યારે આ સીટ પર ભાજપ અહીં કમળ ખીલશે તેવું માની રહ્યું છે. બાકી તો મતદાર જ રજા

આ સમાચારને શેર કરો