Placeholder canvas

વાંકાનેર: બાઉન્ટ્રી પાસેથી રૂ.21 લાખથી વધુનો વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો

આરઆર સેલે દારૂ ભરેલા ટ્રક સાથે બે શખ્સોને ઝડપી લીધા, કુલ રૂ. 31,92,450નો મુદામાલ જપ્ત કરાયો

વાંકાનેર : વાંકાનેર બાઉન્ડ્રી પાસે ગતરાત્રે આરઆરસેલની ટીમે અનોખી રીતે વિદેશી દારૂ ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો. જેમાં આરઆરસેલની ટીમે સેન્ટીંગના સમાનની આડમાં છુપાવેલો રૂ. 21 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ ભરેલો ટ્રકને ઝડપી લીધો હતો. તેમજ વિદેશી દારૂનો જથ્થો તથા ટ્રક સહિતનો મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટ આરઆરસેલની ટીમે ગતરાત્રે બાતમીના આધારે અમદાવાદ-રાજકોટ હાઈવે પર વાંકાનેર બાઉન્ડ્રી પાસે વોચ ગોઠવી હતી.તે દરમ્યાન જીજે ૦૯ ઝેડ ૬૮૩૫ નંબરનો ટ્રક નીકળતા પોલીસે અટકાવીને આ ટ્રકની તલાશી લીધી હતી. જેમાં ટ્રકમાં પોલીસને ગંધ ન આવે તે રીતે આગળ સેન્ટીંગના સમાન રાખી પાછળના ભાગે મોટાપાયે વિદેશી દારૂની બોટલો છુપાવી હોવાનું ધ્યાને આવ્યું હતું. પોલીસે સેન્ટીંગના સમાનની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરવાના આ કાવતરાનો પર્દાફાશ કરીને વિદેશી દારૂની બોટલ નંગ-4404 કીમત રૂ.21,81,540 તેમજ મોબાઈલ 3, રોકડ રકમ, સેન્ટીગનો સામન ટ્રક મળીને કુલ રૂ.31,92,450 ના મુદામાલ સાથે આરોપીઓ ટ્રક ડ્રાઇવર અને ક્લીનર લીલસિંહ ગુલાબસિંહ સોઢા, રામસિંહ લાલસિંહ ભાટીને ઝડપી લીધા હતા.

આ બન્ને આરોપીઓની પૂછપરછમાં તેમણે પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી કે રાજસ્થાનથી મારવાડી શેઠના કહેવાથી ટ્રકમાં વિદેશી દારૂ ભરીને ગુજરાતમાં ઘુસાડવાનો હતો અને પોલીસને ગંધ ન આવે તે માટે ટ્રકમાં આગળ સેન્ટિંગનો માલ સમાન રાખીને પાછળ વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હતો.

આ સમાચારને શેર કરો