વાંકાનેર: આધેડને માર માર્યો, છરી બતાવીને ધમકી આપી…

વાંકાનેર : વાંકાનેરમાં જુના મનદુખનો ખાર રાખી આધેડને સાત શખ્સોએ માર મારી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે. હાલ વાંકાનેર તાલુકા પોલીસે આધેડની ફરિયાદ પરથી સાત શખ્સો સામે એટ્રોસીટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ફરિયાદી નારણભાઇ છગનભાઇ ચાવડા (ઉ.વ. ૫૧, ધંધો ખેતી, રહે. માટેલ, તા વાંકાનેર) એ આરોપીઓ જીતાભાઇ વશરામભાઇ, મહેશભાઇ ટીડાભાઇ ઘેણોજા, બચુબેન ટીડાભાઇ ઘેણોજા, લાભુબેન લઘરાભાઇ ઘેણોજા, મહેશભાઇ લઘરાભાઇ ઘેણોજા, લઘરાભાઇ છગનભાઇ ઘેણોજા, સુખદેવભાઇ માલાભાઇ ડાભી (રહે. બધા માટેલ, તા.વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી.

ગઈકાલે તા. ૩ના રોજ સાંજના પોણા છ એક વાગ્યે લાભુભાઇની દુકાન પાસે ઢુવા ખાતે ફરીયાદીએ અગાઉ ગત તા. ૧૭ જૂનના રોજ આરોપીઓ વિરુધ્ધ ફરીયાદ કરેલ, જેનું મનદુ:ખ રાખી આરોપીઓએ ફરીયાદીને ગાળો આપી શરીરે ઢીકાપાટુનો મુંઢ માર મારી તેમજ ડાબા કાને મુંઢ માર માર્યો હતો. તેમજ તીક્ષ્ણ હથીયાર છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી જાતી પ્રત્યે હડધુત કરીને બીજા આરોપીઓને ફોન કરીને બોલાવી ગાળો આપી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી જાતિ પ્રત્યે હડધુત કર્યાની ફરિયાદ નોંધાવી છે. વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Jq8kxzgbA3lAYVUrRB9OJC

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •