Placeholder canvas

વાંકાનેર: આંગણવાડી આશાવર્કર બહેનોએ નેશનલ હાઇવે પર કર્યો ચક્કરજામ બાદ ધરણા

વિવિધ પડતર માંગણીઓ ઉકેલવાની માંગ સાથે આંગણવાડી વર્કરોએ 14 માંગો સાથે તાલુકા પંચાયતે ધરણા કર્યા હતા.

વાંકાનેર આંગણવાડી આશાવર્કર બહેનો લાંબા સમયથી પડતર પ્રશ્ને લડત ચલાવી રહી છે.તેમ છતાં સરકારે નમતું ન જોખતા અંતે વાંકાનેર તાલુકા આંગણવાડી આશાવર્કર બહેનો આજે રાષ્ટ્વ્યાપી હડતાલમાં જોડાઈ છે અને વાંકાનેર તાલુકા પંચાયત કચેરી ખાતે આજે 250થી વધુ આંગણવાડી આશાવર્કર બહેનોએ પડતર પ્રશ્ને સૌપ્રથમ 27 નેશનલ હાઇવે પર ચક્કાજામ કરી દીધો હતો અને ત્યારબાદ સૂત્રોચાર કરી પ્રદર્શન કરીને પડતર મંગણીઓ ઉકેલવા માટે વાંકાનેર તાલુકા પંચાયત એ ધારણા કરવામાં આવ્યા હતા.

આશાવર્કર બહેનોની લાંબા સમયથી તેમની.પડતર મંગણીઓ મામલે સરકારે કોઈ કાર્યવાહી ન કરતા અંતે આ આંદોલન કરવાની ફરજ પડી છે. આથી તેમના મૂળભૂત અધિકારીઓનું યોગ્ય પાલન કરવા માટે આઈ. સી.ડી.એસનું સીધું કે આડકતરું ખાનગીકરણ બંધ કરવા , પ્રિ સ્કૂલનો સમાવેશ આંગણવાડી કેન્દ્રમાં સમાવેશ રાખવા , આંગણવાડી વર્કર – હેલ્પરને લઘુતમ વેતનના શિડયુલમાં સમાવેશ કરી કાયમીનો દરજ્જો આપવા , રૂ.21000 નું લઘુતમ વેતન આપવા અને અન્ય રાજ્યની જેમ સમકક્ષ વેતન ગુજરાત સરકાર આપે તેવો આદેશ આપવા , નિવૃત્તિ વય મર્યાદા 60 વર્ષની કરવી , હેલ્પરને ન્યાયિક વેતન આપવા , વિવિધ પ્રમોશન ગ્રેડ આપવા,

જુઓ વિડિયો

ગુજરાતની 7 કોપરેશન અને તમામ જિલ્લામાં વર્કરમાંથી સુપરવાઈઝરનું પ્રમોશન આપવું ,તમામ મીની આંગણવાડીને ફુલ આંગણવાડીમાં રૂપાંતર કરી યોગ્ય વેતન આપવું ,વન ટાઈમ જિલ્લા તાલુકા ફેરબદલી આપવાના હુકમ કરવા , પ્રમોશનની 45 વર્ષની વય.મર્યાદા દૂર કરવી , બ્લાઉઝની સિલાઈના રૂ.300 આપવા ,બાળકો માટેની વિવિધ ખાદ્યસામગ્રીમાં 100 ટકાનો વધારો કરવા , વર્કર અને હલેપરને તા.1 થી 5 સુધીમાં પગાર ચૂકવી દેવો ,પેન્શન, પ્રો.ફંડ,ગ્રેચ્યુઇટીનો લાભ આપવા અને મોબાઈલમાં રોજે રોજનો ડેટા મોકલવાનો આદેશ પરત ખેંચવાની માંગ કરી છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/FhWQhEgwM79JCLkxAayZB3

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો