Placeholder canvas

વાંકાનેર: ચૂંટણી પરિણામ બાદ શરતોના પરિણામો સોશ્યલ મીડિયામાં જાહેર થવા લાગ્યા !!!

શુ વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિ ચૂંટણીની શરતમાં ગાડી હાર્યા ?!!!

વાંકાનેર: સ્થાનિક સ્વરાજની ચૂંટણી પુરી થઈ ગઈ અને પરિણામ પણ જાહેર થઈ ગાયા છે ત્યારે હવે કોણે કોણે શરત લગાવી હતી? કોણ જીત્યુ? કોણ હાર્યું?
હવે ચૂંટણી શરતના પરિણામો સામે આવી રહ્યા છે. !!! સોશિયલ મીડિયામાં સામે આવેલ પરિણામ મુજબ વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ફાતુબેન યુનુસભાઈ શેરસિયાના પતિ યુનુસ જીવાભાઈ શેરસીયા ભાજપના અગ્રણી હીરાભાઈ બાંભવા સાથે શરતમાં ગાડી હારી ગયા છે. !!!

લોકોમાં અને સોશ્યલ મીડિયામાં ચાલતી ચર્ચા મુજબ શેરસિયા યુનુસ જીવાભાઈએ હીરાભાઈ બાંભવા સાથે એવી શરત કરી હતી કે તાલુકા પંચાયતમાં ભાજપની 5થી વધુ સીટ આવે તો યુનુસ શેરસિયા હારે અને જો ભાજપની 5 કે 5 થી ઓછી સીટ આવે તો હીરાભાઈ બાંભવા હારે, આ મુદ્દે બંને વચ્ચે ગાડી ગાડીની શરત લાગી હતી. ચૂંટણી પરિણામમા ભાજપને 13 સીટ મળતા યુનુસ શેરસિયા પોતાની નિશાન કંપનીની ગાડી હારી ગયા અને ગઇ કાલે તેઓ હીરાભાઈને આ ગાડી આપી પણ દીધી !!

આવી વાત સોશિયલ મીડિયામાં અને લોકમુખે ચર્ચાઇ રહી છે ત્યારે કપ્તાને હીરાભાઈ બાંભવા અને યુનુસ શેરસિયા સાથે ટેલિફોનિક વાત કરી હતી.

હીરાભાઈ બાંભવા:-
મારી સાથે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિ યુનુસ શેરસિયા એવી શરત લગાવી હતી કે તમને (ભાજપને) પાંચ સીટ પળ મળતી નથી, ચાલો લગાવો ગાડી ગાડીની શરત… આ શરતમાં યુનુસ હારી જતા ગઈ કાલે મચ્છોમાંના મંદિર પાસે આવીને ગાડી મને આપી ગયા,પણ તેમને કહ્યું કે મારી બીજી ગાડી આવે ત્યાં સુધી મને આ ગાડી આપો એટલે મેં એમને 15 દિવસ માટે એ ગાડી તેમને વાપરવા માટે પાછી આપી છે.

યુનુસ શેરસીયા:-
મારી કોઇની સાથે એવી શરત થઈ નથી અને હું કોઈ ગાડી હાર્યો નથી. ગઈકાલે હું તેમને રાજકીય બાબતે મળવા ગયો હતો. ત્યારે કોઈએ ફોટા પાડીને ખોટી રીતે સોશિયલ મીડિયામાં વાયરલ કરેલ છે આજે પણ મારી ગાડી મારી પાસે જ છે.

હવે ત્યારે પ્રશ્ન એ થાય છે કે આમાં સાચું કોણ? એ તો હવે સમય જ બતાવશે. શરત લગાવવી એ ગુન્હો છે.

આ સમાચારને શેર કરો