Placeholder canvas

વાંકાનેર: ઢુવા પાસે ટ્રેન હડફેટ આવી જતા યુવાનનું મોત

વાંકાનેર: વાંકાનેરના જુના ઢુવા રેલ્વે ફાટક નજીક ગત મોડી રાત્રે એક યુવાન ટ્રેન હડફેટે આવી જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતના બનાવ અંગે વાંકાનેર પોલીસે નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

મળેલ માહિતી મુજબ વાંકાનેરના જુના ઢુવા ગામે રહેતા 38 વર્ષીય મુન્નાભાઈ બાબુભાઈ સરૈયા તારીખ 9 માર્ચને મોડીરાત્રે ઢુવા રેલ્વે ફાટક નજીક ટ્રેન હડફેટે આવી જતા તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર પોલીસે નોંધ કરી વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ જશપાલસિંહ ઝાલાએ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો