Placeholder canvas

વાંકાનેર: છેલ્લા 24 કલાકમાં 65mm વરસાદ, મચ્છુ-1 ડેમ પર 0.60mm નો ઓવરફ્લો

વાંકાનેર: છેલ્લા ૨૪ કલાકથી કયારેક વધુ કયારેક ઓછા પ્રમાણમાં સતત વરસાદ ચાલુ છે. અત્યાર સુધીમાં 65 એમ.એમ વરસાદ પડ્યો છે.

મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરના સમસ્ત તાલુકા ભરમાં છેલ્લા ચોવીસ કલાકથી વધુ સમયથી વરસાદ વરસી રહ્યો છે. જેમાં છેલ્લા ૨૪ કલાકમાં 65 એમ.એમ વરસાદ પડ્યા હોવાની માહિતી મળી છે. જ્યારે ગત રાત્રે 30 એમ.એમ. વરસાદ પડયો હતો. જ્યારે વાંકાનેરના મચ્છુ-૧ ડેમ પર વરસાદ પૂર્વે 0.30 mm ઓવરફ્લો થતો જે વરસાદ બાદ વધીને 0.60 એમ.એમ. ઓવરફલો થઇ રહ્યો છે. આમ ડબ્બલ ઓવરફલો થઈ ગયો છે. હજુ પણ ઉપરથી સારી માત્રામાં પાણીની આવક ચાલુ હોવાથી, ઓવરફ્લો વધવાની શક્યતા રહેલી છે. નદીમાં વધુ પાણી આવી શકે છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/JTukGTBOKkj18msYkDWf3d

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો