Placeholder canvas

વાંકાનેર: આંગણવાડી વર્કરોએ બજેટની હોળી કરી વિરોધ કર્યો…

વાંકાનેર : વાંકાનેરના આંગણવાડી કર્મચારીઓએ બજેટની હોળી કરી વિરોધ દર્શાવ્યો હતો. જેમાં ગુજરાત સરકારના બજેટમાં આંગણવાડીની બહેનોને કોઈ લાભ ન અપાતાં બજેટની હોળી કરી આંગણવાડી વર્કરોએ વિરોધ કર્યો હતો.

વાંકાનેરની આંગણવાડીની બહેનોએ આજે વાંકાનેર તાલુકા પંચાયત ખાતે ગુજરાત સરકારના બજેટની હોળી કરી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. આંગણવાડી કર્મચારીઓની જૂની માંગણીઓ હજુ સુધી સંતોષાઈ નથી, તેમને લઘુતમ વેતન ધારા મુજબ પણ વેતન ચુકવવાતું ન હોય તેમજ આ બજેટમાં પણ તેઓના વેતન વધારાની આશા ઉપર પાણી ફરી ગયું હોવાથી તેમના દ્વારા આ વિરોધ નોંધાવ્યો હતો. જો તેમની માગણીઓને સંતોષવામાં ન આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરાશે…

આ સમાચારને શેર કરો