Placeholder canvas

વાંકાનેર નેશનલ હાઈવે પર થયેલી લૂંટનો ભેદ ઉકેલી આરોપીને પકડી પાડતી વાંકાનેર તાલુકા પોલીસ

વાંકાનેર: ગત તા. 23/ 11/ 2019 ના રોજ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુનાના કામના ફરિયાદી તથા સાહેદ તેનું આયશર વાહન વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા આગળ રોડ પર રાખી પેશાબ પાણી કરવા માટે ઊભા હતા ત્યારે, આ કામના અજાણ્યા આરોપીઓએ ફરિયાદી તથા શહીદોને ઢીકાપાટુ તથા લાકડાના ધોકાથી માર મારી છરી બતાવી ફરિયાદીના પાકીટમાં રહેલ રોકડ રૂપિયા 11000 તથા એક મોબાઈલ અને ચાંદીની વીંટીની લૂંટ કરી નાસી ગયા હતા.

આ અજાણ્યા આરોપીઓને પકડવા માટે મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક ડો. કરણરાજ વાઘેલાની સુચના અને ઇ.ચા.નાયબ પોલીસ અધિક્ષક વી.બી.જાડેજાના માર્ગદર્શન મુજબ મોરબી એલસીબી ટીમ તથા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે રહી આરોપીને પકડવા સારું જુદી જુદી ટીમો બનાવી ને આજરોજ આરોપીઓ કનુભાઈ અમરાભાઇ વાળા જાતે અનુ.જાતિ ઉંમર વર્ષ 22 ધંધો મજૂરીકામ તથા ધીરજભાઈ કરશનભાઈ ગોહિલ જાતે અનુ.જાતિ ઉ.વ. 23, ધંધો મજૂરીકામ, બન્ને રહે. થાનગઢ, વીટકો પોટરી પાછળ, આંબેડકર નગર, શેરી નંબર 4 વાળાને પકડીને તેની પાસેથી લૂંટમાં મેળવેલ રોકડ રકમ રૂપિયા 3000 કબજે લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

તેઓની સાથે આ લૂંટ કરવામાં મુકેશ ટારઝન ગોગિયા, ભરત રાજાભાઈ ગોગીયા, શૈલેષ કાનાભાઈ ગોહિલ તથા જગદીશભાઈ મસાભાઈ પરમાર સાથે હોય તેઓને પકડવાના patni પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/ECVpypuZSbJBZMyYjhoQVi

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો