Placeholder canvas

વાંકાનેર: મોડર્ન સ્કૂલમાં ડ્રિસ્ટીક ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું

વાંકાનેર: આજે વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ખાતે આવેલી મોડર્ન વિદ્યાલયમાં ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી દ્વારા વિદ્યાર્થીઓમાં જાગૃતતા આવે તે હેતુથી એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ધોરણ- ૬ થી ૮ ના કુલ ૯૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

આ સ્પ્રધામા વિદ્યાર્થીઓએ વ્યસનમુકિત અંગે ખુબ જ આકર્ષક ચિત્રો દોર્યા હતા, જેમાં પ્રથમ નંબર પર ૨ વિદ્યાર્થીઓ ખોરજીયા અજીન જી. અને ગઢવાળા સુરૈયા, દ્વિતિય નંબર પર ર વિદ્યાર્થીઓ જેમાં ખોરજીયા ઇરમ અને પરાસરા મહેવીશ અને તૃતીય નંબર દેકાવડીયા સાલેહાએ મેળવ્યા હતા વિજેતા થનાર વિદ્યાર્થીઓને ઇનામ તથા પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

શાળામાં ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલના સભ્ય તેહાન શેરસીયા દ્વારા વિદ્યાર્થીઓને તમાકુનાં સેવનથી થતી આડઅસરો, વ્યસનમુક્તિનાં ફાયદા તથા COTPA – 2003 અંગે માહિતી આપવામાં આવી, કાર્યક્રમના અંતે શાળાના પ્રિન્સીપાલ/ટ્રસ્ટી ઈદ્રીશ આઇ.બાદી દ્વારા બાળકોને વ્યસન ઝિંદગીમાં કયારેય ન કરવા અને પોતાના પરિવારને વ્યસન મુક્ત બનાવવા માટે સુચન કર્યું હતુ. સ્પર્ધામાં વિજેતા થનાર અને ભાગ લેનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/FhWQhEgwM79JCLkxAayZB3

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો