Placeholder canvas

વાંકાનેર: સિંધાવદરના અલી હાજીસાહેબના પુત્રના લગ્ન મોકુફ

કોરોના વાઇરસની અસર હવે સર્વત્ર દેખાવા લાગે છે, આજથી સમગ્ર ગુજરાતને લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. શહેરની બજારો સુમશાન દેખાય છે કેમકે સમગ્ર રાજ્યમાં 144 લાગુ કરી દેવામાં આવી છે.આ કોરોના વાયરસના કારણે ઘણા બધા નિર્ધારેલ કામો અને પ્રસંગો ને અસર પહોંચી છે. તેમજ લગ્ન પ્રસંગના આયોજનો મોકુફ રાખવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે.

વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામની SMP હાઇસ્કુલમાં કલાર્ક તરિકે સેવા આપતા અને સીંધાવદરના કાસમપરા વિસ્તારમાં રહેતા માણસીયા આહમદ હસનભાઈ (અલી હાજિસાહેબ)ના પુત્ર ઇન્ઝેમામુલહક્કના લગ્ન મહિકા ગામ ખાતે બાદી અલીભાઈ મામદ (સબર ટ્રેડર્સ)ની પુત્રી સાથે આગામી તારીખ 25,26 અને 27 માર્ચમાં માંડવરાત, નિકાહ અને રીસેપ્શનનું આયોજન કરવામાં આવેલ હતું. આ તમામ આયોજન કોરોના વાઈરસની મહામારીના કારણે સમગ્ર ગુજરાત લોક ડાઉન કરવામાં આવ્યું છે અને 144ની કલમ પણ લાગુ કરવામાં આવેલી હોય તેમજ આ મહામારીને રોકવા માટે સરકાર અને આરોગ્ય તંત્રે જાહેર કરેલા પગલા મુજબ વધુ માણસોને એક જગ્યાએ ભેગું થવું હિતવાહ નથી. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને કોરોના વાયરસને વધુ ફેલાતો અટકાવવાના પગલા તેમજ ચાવચેતીના ભાગરૂપે સિંધાવદર ગામના અલી હાજી સાહેબે પોતાના પુત્રના લગ્નના તમામ કાર્યક્રમો મોકૂફ રાખવાનો નિર્ણય કરેલ છે.

મળતી માહિતી મુજબ સિંધાવદરના અલી હાજી સાહેબે તેમના પુત્રના લગ્નની તમામ તૈયારીઓ કરી લીધી હતી. લગ્ન માટે સગા, સંબંધીઓ અને મિત્રોને આમંત્રણ આપી દીધા હતા તેમજ મંડપ સર્વિસ અને જમણવાર માટે કેટરસને ઓર્ડર પણ આપી દીધો હતો. ત્યારે કોરોનાની પરિસ્થિતિના કારણે સરકારે લોકહિતમાં લીધેલા નિર્ણયને માન આપીને કોરાના વાયરસ સામે સાવચેતીના ભાગરૂપે વધુ માણસો ભેગા ન થાય તે માટે આ લગ્ન સમારંભ મોકૂફ રાખવાનો સરાહનીય નિર્ણય લીધેલ છે.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

કોરોના વાઈરસ થી ડરો નહીં પણ સાવચેતી રાખો., તમારા હાથ વારંવાર સાબુથી ધુવો.., ભીડ વાળી જગ્યામાં ન જાઓ અને સરકાર તરફથી લગાવવામાં આવેલી 144ની કલમ અને કરવામા આવેલ લોક્ડાઉન એ લોકોના હિતમાં છે તેનું સંપૂર્ણ પણે અમલ કરો…

-કપ્તાન દ્વારા લોકહીતમાં પ્રસિદ્ધ

આ સમાચારને શેર કરો