Placeholder canvas

વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં.4 ના બસપાના ઉમેદવારોને જીતનો કોલ આપતા મતદારો

વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીનું શહેરમાં કોઈ વાતાવરણ જોવા મળતું નથી, વોર્ડ નંબર 4 ને બાદ કરતા. વોર્ડ નંબર 4 માં થોડો ચૂંટણીનો ગરમાવો જોવા મળી રહ્યો છે.

વોર્ડ નંબર-૪ છેલ્લા પંદર વીસ વર્ષથી અહીં બસપાના ઉમેદવારો જીતતા આવ્યા છે. આ ચૂંટણીમાં ભાજપે અહીં પોતાના ઉમેદવાર રાખેલ નથી, ત્યારે છેલ્લી કેટલીક ટર્મથી વાંકાનેર નગરપાલિકા કોંગ્રેસ મુક્ત રહી છે.

આ વખતની નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 4 ના બસપાના ઉમેદવાર જાકીરભાઇ બ્લોચ, રઝીયાબેન પરમાર, વિરાજભાઈ મહેતા અને સંગીતાબેન સોલંકી ચૂંટણી લડી રહ્યા છે તેમના ચૂંટણી કાર્યાલયનું પણ ઉદ્ઘાટન થઈ ચૂક્યું છે.

આ ચારેય ઉમેદવારોએ વોર્ડ નંબર 4 માં લોક સંપર્ક કરતા અહીંના મતદારોએ તમારે પ્રચાર થડોજ કરવા આવવાનું હોય એમ કહીને આ વોર્ડના મતદારોએ બસપાના ચારે ચાર ઉમેદવારોને જીતનો કોલ આપી દીધો છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Ke52vGZCCES8O1r4wj00gt

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો