Placeholder canvas

વાંકાનેર તાલુકા પંચાયતની રાતડીયા બેઠક ઉપર જિજ્ઞાસાબેન મેરને વિજય બનાવવા મતદારો મક્કમ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો હવે બરાબરની જામી છે.વાંકાનેર તાલુકા પંચાયતની રાતડીયા બેઠક પર ભાજપના ઉમેદવાર કોળી સમાજના મહિલા આગેવાન જિજ્ઞાસાબેન મેર ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠકમાં આવતા દરેક ગામમાંથી તેઓને ખૂબ સારો લોકો આવકાર મળી રહ્યો છે. તેમનું ઠેરઠેર સ્વાગત કરીને મતદારો તરફથી વિજયી ભવ: આશીર્વાદ આપવામાં આવી રહ્યા છે.

આ બેઠક ઉપરથી કમળ ખીલશે તેવો કોલ ભાજપના આગેવાનો અને કાર્યકરોને ડોર ટુ ડોર લોક સંપર્ક દરમ્યાન મતદારો આપતા, આ વિસ્તારમાં મતદારમાં સારો આવકાર મળતા જીજ્ઞાશાબેન અને ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ વધારો થયો છે અને તેઓ જોમ સાથે પ્રચાર કાર્ય અને વધુમાં વધુ મતદાન થાય તેવા પ્રયત્નો કરી રહયા છે.

રાતડીયા સીટ ઉપર જીજ્ઞાશાબેન ચૂંટણી લડી રહ્યા છે ત્યારે તેમને સાથે મહીકા જિલ્લા પંચાયત સીટમાં ગોરધન ભાઈ સરવૈયા જેવા યુવા અને શિક્ષિત હોવાથી તેમનો જિજ્ઞાસાબેનને ફાયદો થશે અને આ વિસ્તારમાં જીજ્ઞાસાબેનના સતત જીવંત સંપર્કનો જિલ્લા પંચાયતના ઉમેદવાર ગોરધનભાઈ સરવૈયાને પણ ફાયદો થશે.

આ સમાચારને શેર કરો