મોરબી: વાવડીરોડ પર ક્રિષ્ના પાર્ક 1 માં મકાન ઉપર વીજળી પડી

સદ્નનસીબે કોઇ જાનહાની થઇ નથી પરંતુ મકાનમાં નુક્શાન થયુ છે અને ઈલેક્ટ્રીક ઉપકરણોમાં ભારેે નુકશાન થયુ છે.

મોરબી: આજે વાવડી રોડ ઉપર ગણેશ નગર ની સામે આવેલ ક્રિષ્ના પાર્ક ની શેરી નંબર એકમાં કાસમભાઈ પઠાણના ઘર ઉપર વીજળી પડી હતી. સદ્નનસીબે કોઈ જાનહાની થઈ નથી પરંતુ મકાનમાં નુકસાન થયું છે. તેમજ ઘરમાં રહેલા તમામ ઈલેક્ટ્રીક ઉપકરણો અને વાયરિંગ બળીને ખાખ થઈ ગયુ છે.

આજે સાંજના પાંચ વાગ્યાની આસપાસ મોરબીમાં ભારે ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો, આ વરસાદ દરમિયાન ક્રિષ્ના પાર્કની શેરી નંબર 1માં કાસમભાઈ પઠાણના ઘર ઉપર રહેલ ડિશની છત્રી ઉપર વીજળી પડી હતી. જેના કારણે મકાનમાં તિરાડો પડી ગઇ હતી અને ઘરનું આખેઆખું વાયરિંગ બળી ગયું હતું તેમ જ ઈલેક્ટ્રીક ઉપકરણોમાં પણ ભારે નુકસાની થઈ છે.

ભારે કડાકા અને મોટા ચમકારા સાથે વીજળી પડી હતી, જેથી ઘરમાં રહેલા લોકો ડરી ગયા હતા. બાદમાં આજુબાજુના લોકો ભેગા થઇ ગયા હતા.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/LJMz7tJT4WfAu6pgUBfkz5

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો
  • 7
  •  
  •  
  •  
  •  
  •  
    7
    Shares