Placeholder canvas

વાહ નીતિનભાઈ વાહ: અમદાવાદથી પગપાળા રાજસ્થાન જતાં શ્રમિકો માટે જમવાની અને બસની વ્યવસ્થા કરી આપી

દેશ-દુનિયા અને રાજ્યના માથે કોરોના વાયરસ નામનું સંકટ મંડાયું છે. આ સંકટની ઘડીમાં માનવતા મહેકાવતા અનેક બનાવો સામે આવી રહ્યા છે. દેશભરમાં 21 દિવસ માટે લૉકડાઉનની જાહેરાત બાદ ખાસ કરીને ગરીબ અને શ્રમિક વર્ગ પરેશાન છે. જે લોકો નોકરી કે ધંધા માટે હિજરત કરીને અન્ય પ્રદેશ કે રાજ્યમાં જતાં હોય છે તેઓ પરેશાન છે. આવા જ રાજસ્થાની શ્રમિકોની મદદ માટે બુધવારે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ હાઇવે પર દોડી ગયા હતા. એટલું જ નહીં તેઓને ભરપેટ જમાડીને બસની વ્યવસ્થા કરીને વતન મોકલ્યા હતા.

વડાપ્રધાન મોદીએ 21 દિવસના લૉકડાઉનની જાહેરાત કર્યા બાદ સુરત તેમજ અમદાવાદ જેવા શહેરોમાં રહીને પેટીયું રડતા લોકોએ હિજરત શરૂ કરી દીધી છે. અમદાવાદમાં મોટા સંખ્યામાં રાજસ્થાની લોકો રહે છે. જેઓ અહીં મોટાભાગી લોન્ડ્રી, સ્ક્રેપ, પસ્તી અને રસોઇના કામો સાથે જોડાયેલા હોય છે. લૉકડાઉનની જાહેરાત સાથે જ આ લોકોએ પોતાના વતન ભણી હિજરત શરૂ કરી દીધી છે. વાહન વ્યવહાર બંધ હોવાને કારણે આ લોકો ચાલીને જ વતન પહોંચી રહ્યા છે.

બુધવારે ગાંધીનગર ખાતે આવા 700થી વધારે શ્રમિકો ચાલતા પોતાના વતન જઈ રહ્યા હતા. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને આ વાત ધ્યાનમાં આવતા તેઓ ખુદ હાઇવે પર દોડી ગયા હતા. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ લોકો સાથે વાતચીત કરી હતી અને તેમને પડતી તકલીફો જાણી હતી. જે બાદમાં તેમણે સ્થળ પરથી જ ગૃહમંત્રી પ્રદીપસિંહ તેમજ અન્ય અધિકારીઓને ફોન કરીને ત્યાં બોલાવ્યા હતા.

આ ઉપરાંત પગપાળા વતન જઈ રહેલા લોકો માટે નાયબ મુખ્યમંત્રીએ ભોજનની વ્યવસ્થા કરી હતી. એટલું જ નહીં આરોગ્ય કર્મીઓની ટીમને બોલાવી શ્રમિકોના સ્વાસ્થ્યની પણ તપાસ કરાવી હતી. શ્રમિકો સાથે વાતચીત અને તેમને જમાડ્યા બાદ તેઓને વતન જવા માટે બસોની વ્યવસ્થા કરવામાં આવી. આ તમામ લોકોને રાજસ્થાનની બોર્ડર સુધી મૂકી આવવાનું કહ્યું હતું.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના આ કાર્યની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે લૉકડાઉનની જાહેરાત બાદ સુરત ખાતે રહેતા સૌરાષ્ટ્રના અનેક લોકોએ પણ પગપાળા જ પલાયન શરૂ કરી દીધું છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/JdN9WKZ5unND0GqmVY3DXX

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો