Placeholder canvas

અનલોક-2માં કોરોનાને મોકળુ મેદાન : રાજકોટમાં 4- જામનગરમાં 10 કેસ

સૌરાષ્ટ્રમાં પણ આજથી અનલોક-2નો પ્રારંભ થયો છે ત્યારે સૌથી વધુ છુટછાટ કોરોના વાઇરસને મળવા લાગી છે. ગઇકાલે ફરી કોરોના કેસનો આંકડો 65 ઉપર નોંધાઇ ગયો હતો. જેમાં જૂનાગઢ જિલ્લામાં 14, સુરેન્દ્રનગર જિલ્લામાં 15, ભાવનગરમાં 9, રાજકોટ જિલ્લામાં 14, મોરબીમાં 3 અને જામનગરમાં 10 દર્દી હતાં. દરમ્યાન આજે મોરબીમારા 2 અને રાજકોટ શહેરમાં સવારે કોરોનાના વધુ 4 કેસ આવ્યા છે. ધોરાજીમાં 24 કલાકમાં પાંચ કેસ નોંધાયા છે. તો ગઇકાલે સવારે બોટાદમાં વધુ બે પોઝીટીવ કેસ નોંધાયા છે.

રાજકોટ શહેરમાં ગઇકાલે કોરોનાના સાત કેસ નોંધાયા બાદ આજે સવારે ફરી ચાર કેસ નવા આવ્યા છે. જે સાથે શહેરના દર્દીઓનો આંકડો 170 પર પહોંચી ગયો છે. આજે સાધુ વાસવાણી રોડના પંજરી પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા બે વ્યકિતને પોઝીટીવ નિદાન થયું છે. તો 150 ફૂટ રોડ પર અમૃત વાટીકા સોસાયટીમાં અને કોઠારીયા રોડ પર રામેશ્વર મંદિર પાસે રહેતા એક મળી ચાર વ્યકિત સંક્રમિત બન્યા છે. જે તમામને હોસ્પિટલમાં ખસેડી નજીકના લોકોને કવોરેન્ટાઇન કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગોંડલ
ગોંડલ પંથકમાં કોરોના બેકાબુ બનવાં પામ્યો છે. ગઇકાલે જામવાડી માં એક વ્યક્તિ ને કોરોના પોઝીટીવ બહાર આવતાં અત્યાર સુધીમાં ગોંડલ પંથકમાં કોરોના પોઝીટીવ 18 કેસ નોંધાયા છે.જામવાડી રહેતાં જયંતિભાઇ બચુભાઈ મકવાણા ઉ.44 ની તબીયત બગડતાં મેડીકલ ચેકઅપ દરમ્યાન કોરોના પોઝીટીવ બહાર આવતાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયાં હતાં જ્યારે તેમનાં માતા પિતા સહીત ચાર વ્યક્તિ ને કોરોન્ટાઇન કરાયાં હતાં.

અમરેલી
અમરેલી જિલ્લામાં ગઈકાલે વધુ એક કોરોનાનાં દર્દીનું મોત થતાં જિલ્લામાં કોરોનાનાં કારણે કુલ મૃત્યુ આંક 7 સુધી પહોંચી જતાં જનતામાં ભયનો માહોલ ઉભો થયો છે. સાવરકુંડલાનાં વંડા ગામનાં પર વર્ષીય પ્રૌઢનો રિપોર્ટ ગઈકાલે પોઝિઠિવ આવ્યા બાદ તેની સારવાર ભાવનગર ખાતે શરૂ કરવામાં આવી હતી જયાં બપોરે 4 કલાકે તેમનું અવસાન થયાનું જાણવા મળેલ છે. જિલ્લામાં કોરોનાનાં દર્દીઓ અને મોતનો આંક વધી રહૃાો હોય અનેક શહેરોનાં વેપારીઓ સાવરકુંડલાનાં વેપારીઓની જેમ બપોરનાં 2થી 3 વાગ્ય સુધી દુકાનો શરૂ રાખવાનું વિચારી રહૃાાનું જાણવા મળેલ છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IAdJp1mIanLFXSf4tkE8n9

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો