Placeholder canvas

સૌરાસ્ટ્ર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ ભવનના બે અધ્યાપક અને કલાર્ક સસ્પેન્ડ

સૌરાષ્ટ્ર યુનિ.ના શારીરિક શિક્ષણ ભવનના કરાર આધારીત બે અધ્યાપકો ત્રાસ આપતા હોવાની બે વિદ્યાર્થીનીઓએ કરેલી ફરિયાદ અને તપાસ કમીટીના રિપોર્ટ બાદ યુનિ. દ્વારા આ પ્રકરણમાં ભવનના કરાર આધારીત અધ્યાપક વિક્રમ વંકાણી, ભગીરથસિંહ રાઠોડ અને કલાર્ક પૃથ્વીસિંહ રાણાને તાકીદની અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવેલ છે.

શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બનેલા આ પ્રકરણમાં મહિલા આયોગમાં ફરિયાદ થતા પોલીસ પણ તપાસનો દોર હાથ પર લીધેલ છે. મહિલા આયોગમાં થયેલી ફરિયાદ બાદ પોલીસ કમિશ્નર દ્વારા આ બનાવમાં યુનિ. પાસેથી જરૂરી ડોકયુમેન્ટ મંગાવી છાનબીન શરુ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે યુનિ.ના શારીરિક શિક્ષણ ભવનના આ સસ્પેન્ડ કરાયેલા અધ્યાપક વિક્રમ વાંકાણી અને ભગીરથસિંહ રાઠોડ ત્રાસ આપતા હોવાની ફરિયાદ બે વિદ્યાર્થીનીઓએ કુલપતિ ડો. પેથાણી સમક્ષ કરી હતી.

જેમાં એક વિદ્યાર્થીનીએ આ અધ્યાપકના ત્રાસના કારણે અખબારોથી અભ્યાસ છોડી દીધાનું પણ જણાવ્યું હતું જેથી આ પ્રકરણની ગંભીરતા સમજી યુનિ.ના કુલપતિ ડો. પેથાણી દ્વારા તપાસ કમીટીને તપાસ સોંપવામાં આવી હતી. જેમાં ઉપરોક્ત બન્ને અધ્યાપકો તેમજ આ ફરિયાદ કરનાર બન્ને વિદ્યાર્થીઓ અને અન્ય સાત વિદ્યાર્થીનીઓના નિવેદનો લેવામાં આવેલ હતાં જે બાદ તપાસ કમીટી દ્વારા ગઈકાલે આ અંગેનો રિપોર્ટ યુનીની સીન્ડીકેટમાં રજુ કરવામાં આવેલ હતો.

જે બાદ યુનિ. દ્વારા પ્રકરણમાં ઉપરોક્ત બન્ને કરાર આધારીત શારીરિક શિક્ષણની અધ્યાપકો અને કલાર્કને સસ્પેન્ડ કરાયેલ છે. જયારે બીજી તરફ આ મામલે મહિલા આયોગમાં થયેલી ફરિયાદના પગલે પોલીસ દ્વારા પણ તપાસ શરુ કરવામાં આવેલ છે. આ પ્રકરણે ઉચ્ચ શિક્ષણ જગતમાં ચકચાર જગાવી મુકી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IiJDSbwHVEbD7qcQFmyTA4

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો