મોરબી જિલ્લામાંથી બે માથાભારે શખ્સો પાસામાં જેલહવાલે

મોરબી : મોરબી જિલ્લાના બે માથાભારે શખ્સોની પાસા હેઠળ અટકાયત કરવાની દરખાસ્તને કલેકટરે મંજૂરીની મહોર મારતા અંતે પોલીસે આ બન્ને શખ્સોની પાસા હેઠળ અટકાયત કરીને અલગ અલગ જેલમાં ધકેલી દીધા છે.

મોરબી જિલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાએ વિવિધ ગુનાઓ આચરતા ઈસમો વિરુદ્ધ પાસા કે હદપારી જેવા અસરકારક અટકાયતી પગલાં લેવા સૂચના તથા માર્ગદર્શન આપતા વાંકાનેર સીટી પોલીસ P.I. એચ.એન.રાઠોડે વિવિધ ગુનામાં સંડોવાયેલા વાંકાનેરની સિપાઈ શેરીમાં રહેતા હુશૈનભાઈ ઇસ્માઇલભાઈ જીંદાણી તથા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના P.I. આર.જે.ચૌધરીએ મોરબીમાં રહેતા ભરતભાઇ કાળુંભાઈ ગોગરા વિરુદ્ધ પાસાનું પ્રપોઝલ તૈયાર કરીને મોકલતા જિલ્લા મેજિસ્ટ્રેટએ આ બન્ને માથાભારે શખ્સોના પાસાના વોરંટ ઇસ્યુ કર્યા હતા. જેથી, પોલીસે આ બન્ને શખ્સોને ગણતરીની કલાકોમાં પકડીને પાસા હેઠળ ડિટેઇન કરી લાજપોર મધ્યસ્થ જેલ સુરત અને અમદાવાદ સેન્ટ્રલ જેલમાં મોકલી દીધા છે.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •