Placeholder canvas

મોરબી: બપોર બાદ વધુ 2 કેસ નોંધાયા, મહિલા ડોકટર પણ કોરોનાની ઝપટે

મોરબી: મોરબીમાં સવારે એક કેસ આવ્યા બાદ બપોર પછી વધુ બે કેસ નોંધાયા છે, જેમાં એક મહિલા ડોક્ટર પણ ઝપટે ચડી ગયા છે. આજે મોરબીમાં આવેલા નવા 3 કેસ સાથે મોરબી જિલ્લાનો કોરોના કેસનો કુલ આંકડો થયો 124

મોરબીમાં આજે કોરોના વોરિયર્સ ડોક્ટરો કોરોનાની ઝપટે ચડી ગયા છે. સોમવારે સવારે સાવસર પ્લોટમાં રહેતા વૃદ્ધ ડોક્ટરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ મોરબીના મહિલા ડોક્ટરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત રવાપર રોડ રહેતા યુવાનનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા આ સાથે મોરબી જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 124 થઈ ગઈ છે.

સોમવારે સવારે પ્રથમ સાવસર પ્લોટમાં રહેતા અને જેઇલ રોડ પર ક્લિનિક ધરાવતા ડો.હરગોવિંદભાઈ જમનાદાસ પારેખ(ઉ.83)નો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આજે વધુ એક ડોક્ટરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં મોરબીની સદભાવના હોસ્પિટલમાં ફરજ બજાવતા અને મોરબી શહેરના કન્યા છાત્રાલય પાછળ આવેલી વિઠ્ઠલનગર સોસાયટીમાં બ્લોક નં.32માં રહેતા ડો.કાજલબેન ગીરીશભાઈ મોરડીયા (ઉ.28)નો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે.

આ ઉપરાંત મોરબી શહેરના રવાપર રોડ ઉપર સાનિધ્ય પાર્ક સોસાયટીમાં આવેલા ઋત્વિક હાઇટ્સમાં રહેતા તરુણકુમાર ગણેશભાઈ પટેલ (ઉ.32)નો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Gmb1H0H8ar4FxdlZEoiuoc

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો