વાંકાનેર: બાળક ડુબી જતા અને ઝેરી દવા પીનાર યુવાનનું સારવાર દરમ્યાન મોત

વાંકાનેર: અલગ અલગ બે બનાવોમાં બેનાં મોત નિપજ્યા છે.જેમાં પાણીના ટાંકામાં ડૂબી જતા આદિવાસી બાળકનું મોત નીપજ્યું છે તેમજ થોડા દિવસો પહેલાં ઝેરી દવા પીઇ જનાર કાઠી યુવાનું પણ સારવાર દરમ્યાન મોત નિપજયુ હોવાનું પોલીસ મથકેથી માહિતી મળી છે.

વધુ મળેલ માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશનો ધીરૂભાઈ હટીલા નામનો આદિવાસી યુવાન પરિવાર સાથે મોરબીના વાંકાનેરમાં આવેલ ભાટીયા સોસાયટીમાં રહીને અહીં જલારામ જીનની પાછળ બાંધકામ સાઇટ ઉપર મજૂરી કામ કરતો હતો દરમ્યાન તેનો એક વર્ષનો પુત્ર રોહીલ રમતાં રમતાં બાંધકામ સાઇટ પાસે પાણીના ટાંકામાં પડી જતા રોહિલ ધીરૂભાઇ હટીલા નામના એક વર્ષના આદીવાસી બાળકનું મોત થયેલ છે.

અન્ય એક બનાવની મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ભલગામ રહેતો રાજદીપભાઇ શાંતુભાઇ ખાચર જાતે કાઠી દરબાર (ઉમર ૨૨) નામનો યુવાન ગત તા.૧-૧૦ ના રોજ કોઇ કારણોસર ઝેરી દવા પી ગયો હતો જેનું ગઇકાલે તા.૧૧ ના સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી છે જેની તપાસ વી.ડી.ખાચર ચલાવી રહ્યા છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/EelBZqDGVmd6dmhUaKReM0

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો
  • 70
  •  
  •  
  •  
  •  
  •  
    70
    Shares