Placeholder canvas

કાલથી બે દિવસ ઝાકળવર્ષા, કચ્છ-ઉતર ગુજરાતમાં છુટા છવાયા છાંટા પડશે અને સોમવારથી ઠંડીનો ચમકારો

વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે જણાવ્યું છે કે રાજયમાં હાલ શિયાળુ પવન ફુંકાતા હોવા છતાં આવતા બે દિવસ પશ્ર્ચીમ ઉતર પશ્ચિમના પવન ફુંકાશે એટલે કાલે ગુરુવારે તથા શુક્રવારે સૌરાષ્ટ્ર-કચ્છમાં ઝાકળવર્ષાની શકયતા છે.

તેઓએ કહ્યું કે વેસ્ટર્ન ડીસ્ટર્બન્સની અસર હેઠળ પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉતરપ્રદેશ, ઉતરીય મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતના ઉતર ભારતના રાજયોમાં કાલથી બે દિવસ વરસાદની શકયતા છે અને તેના પ્રભાવથી ગુજરાતના કચ્છ તથા ઉતર ગુજરાતના અમુક સીમીત વિસ્તારોમાં એકાદ દિવસ સામાન્ય છાંટાછુટી થઈ શકે છે.

કાલથી બે દિવસ ઝાકળવર્ષાને કારણે તાપમાન ઉંચકાશે. 14-15 મીએ ફરી તાપમાન ઘટશે. ત્યારબાદ 16થી19 ડીસેમ્બર દરમ્યાન શિયાળાનો અહેસાસ થાય તેવો ઠંડીનો ચમકારો અનુભવાશે. આ દરમ્યાન તાપમાન નોર્મલ કરતા બે-ત્રણ દિવસ નીચે ઉતરી જવાની શકયતા છે. આવતીકાલથી બે દિવસને બાદ કરતા બાકીના દિવસોમાં શિયાળુ પવનો જ ફુંકાશે.

આ સમાચારને શેર કરો