Placeholder canvas

ટ્રમ્પ અમદાવાદમાં ,ખેડૂત આગેવાન પોલીસ સ્ટેશનમાં

આજ રોજ અમેરિકા ના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાતમાં અમદાવાદ ખાતે રોડ શો તેમજ ક્રિકેટ સ્ટેડિયમ ના ઉદ્દઘાટન પ્રસંગે આવેલ હોય તેવા સમયે કોઈ ખેડૂતો કે ખેડૂત આગેવાનો દ્રારા ગુજરાત રાજ્યના ખેડૂતોને પાકવિમા કંપનીની તકલીફની વાત મોદીસાહેબને ટ્રમ્પ સુધીના પોહચી જાય તેની સરકારે તકેદારી રાખી ખેડૂત આગેવાન જેકેભાઈની ધ્રાગધ્રા પોલીસ દ્રારા અટકાયતી પગલાં ભરવામાં આવ્યા…!!!

ગુજરાત સરકારની સંવેદના બહુ નાજુક હોવાથી રોડ શો દરમ્યાન કાયદાકીય ને શાંતિ પૂર્ણ રીતે ફક્ત ખેડૂતોને ન્યાય અપાવવા ની અરજ ના સ્લોગન વાળું ટીશર્ટ પહેરીને જવાની અપીલ કરેલ ને જેકેભાઈ give justice , save farmer લખેલ ટીશર્ટ પહેરેલું હોવાથી રસ્તામાં અટકાવી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા.

ગુજરાત સરકાર દ્રારા પાકવિમા કંપનીઓ ઉપર કોઈ પગલાં લેવામાં આવતા નથી ને લોકશાહી રીતે કોઈ કાયદાકીય રજુઆત કરે તો પણ બળ પ્રયોગ કરી દબાવવાની ખોટી કોશિશ કરી લોકશાહીને ખતમ કરવાની આ દુઃખદ કાર્ય કહી શકાય.

ખરેખર ગુજરાત સરકારે તકલીફ રૂપ ખેડૂતોને પાકવિમા કંપનીઓ જોડેથી ન્યાય અપાવવાનો હોઈ પણ અફસોસ ન્યાય માટેની માંગણી કરતા જેકેભાઈ ને અટકાયત કરી ગુજરાત સરકાર ખેડૂતોને અન્યાય કરતી વીમા કંપનીઓને સાચવતી હોઈ તેવું લાગી રહ્યું છે. તારીખ 3 જાન્યુ થી મુખ્યમંત્રી શ્રી ને મળવા જેકેભાઈ ની આગેવાની મા ખેડૂતો ગાંધીનગર મળવા ગયા હતા તેવોને મુલાકાત માટે લેખિત અરજી કરેલ ને જ્યા સુધી નહિ મળે ત્યાં સુધી શાંતિ પૂર્વક રાહ જોવાની વાત પણ અરજીમાં લખેલ મુખ્યમંત્રી શ્રી મલ્યા તો નહિ પણ તારીખ 9 જાન્યુ ના રોજ પણ ગાંધીનગર પોલીસ દ્વારા ડિટેયન કરેલ ત્યારે અમો ને સાંજે પોલીસ દ્રારા રજા આપતા ઘરે આવતા રહયા હતા ને તે પછી પણ તે બાબતે અમો જોડે લેખિત નિવેદન લીધેલ પણ પાકવિમા કંપનીઓ ઉપર કોઈ પગલાં લીધા હોઈ તેવું જાણવા મળેલ નથી

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Bg9cW6lrckEGLeEs95MWp2

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો