Placeholder canvas

રાજકોટમાં કુવાડવા રોડ પર ટ્રકચાલક નવ કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપાયો

લોકડાઉન વચ્ચે પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારો અને એન્ટ્રી ગેઇટ પર સઘન ચેકીંગ કરાઇ રહ્યું છે ત્યારે કુવાડવા રોડ પર મેંગો માર્કેટ પાસે પોલીસના ચેકીંગ દરમિયાન ટ્રક ચાલક પાસેથી 8.951 ગ્રામ કિં.રૂા.પ3706નો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાંજો અને ટ્રક સહિત કુલ રૂા.1પ.63 લાખનો મુદામાલ કબ્જે કરી જોડીયાના નેશડા ગામે રહેતા ટ્રક ચાલકની ધરપકડ કરી હતી. આરોપીની પુછપરછ કરતા ગાંજાનો જથ્થો ઓડીસામાં રહેતા શખ્સે મોકલાવ્યો હોય પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.

જાણવા મળતી વિગત મુજબ લોકડાઉન વચ્ચે બી-ડીવીઝન પોલીસ મથકના પીઆઇ વી.જે.ફર્નાન્ડીસની રાહબરીમાં ફોજદાર એમ.એફ.ડામોર તથા હેડ કોન્સ્ટેબલ વિરમભાઇ ધગલ, અજય બસીયા, મહેશ ચાવડા, હરપાલસિંહ જાડેજા અને અને સમીર બેલીમ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. એ દરમિયાન કુવાડવા રોડ પર મેંગો માર્કેટ પાસે ફ્રૂટના ટ્રક આવતા હોય જેમાં પેસેન્જરો બેસાડતા હોય જેથી અહીં વાહન ચેક કરતા હોય દરમિયાન રોયલ ફ્રૂટ મરચન્ટના બોર્ડ પાસે ટ્રક નં.જીજે 10 ટીએકસ 8808 નંબરની ટ્રક પડી હોય તેની બાજુમાં એક શખ્સ શંકાસ્પદ રીતે ઉભો હોય હાથમાં પ્લાસ્ટીકના બાચકા હોય તેને ચેક કરતા તેમાંથી રૂા.53706ની કિંમતનો 8.951 કિં.ગ્રા. ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી આ શખ્સની પુછપરછ કરતા તેનું નામ ધર્મેશ કારૂભાઇ સોલંકી (ઉ.વ.29) (રહે.નેશડા તા.જોડીયા) હોવાનું માલુમ પડયું હતું. પોલીસે ટ્રક મોબાઇલ અને ગાંજાનો જથ્થો સહિત કુલ કિં.રૂા.1563706ની કિંમતનો મુદામાલ કબ્જે કર્યો હતો.

પોલીસે આ શખ્સની પુછપરછ કરતા તે ઓડીસામાં રહેતા તેના મિત્ર સાહુ પાસેથી આ ગાંજો વેચવા માટે લાવ્યો હોવાની કબુલાત આપતા પોલીસે બંને સામે એન.ડી.પી.એસ.ની કલમ હેઠળ ગુનો નોંધી અન્ય આરોપી સાહુની શોધખોળ હાથ ધરી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/JdN9WKZ5unND0GqmVY3DXX

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો