Placeholder canvas

વાંકાનેર શહેર પીઆઇ બી.પી.સોનારાની મોરબી એ ડિવિઝનમાં બદલી

મોરબી : મોરબી જિલ્લા પોલીસ મથકમાં બદલીનો દૌર ચાલ થયો છે. જિલ્લા પોલીસ વડા એસ.આર. ઓડેદરાએ બે પીઆઈની આંતરીક બદલીનો ઓર્ડર કર્યો છે. જેમાં વાંકાનેર સિટી પોલિસ મથકના પી.આઈ બી.પી. સોનારાને મોરબી સિટી એ ડિવિઝનમાં મુકવામાં આવ્યા છે.

તો સામે મોરબી એ ડિવિઝન પીઆઈ બી.જી. સરવૈયાને મોરબી સર્કલ પીઆઈ તરીકે મુકયા છે તો સર્કલ પી.આઈ.નો વધારાનો ચાર્જ સાંભળતાં પીઆઈ આઈ.એમ. કોંઢિયાને ચાર્જમાંથી મુક્ત કરી માત્ર બી ડિવિઝન પોલિસનો હવાલો સોંપવામાં આવ્યો છે.

આ સાથે વાંકાનેર સિટી પી.આઈ તરીકે જૂનાગઢથી બદલી પામીને આવેલ વી.એલ પટેલને મુકવામાં આવ્યા છે. મોરબી જિલ્લામાં તાજેતરમાં બદલી પામીને આવેલા પીઆઈ એમ આર. ગોઢાણીયાને તાલુકા પોલીસ મથકના થાણા અધિકારી તરીકે મુકવામાં આવ્યા છે.

આ સમાચારને શેર કરો