વાંકાનેર: ટ્રેકટર અને ટ્રોલી વચ્ચે દબાઇ જતા ટ્રેકટરચાલકનું મોત 

વાંકાનેર : વાંકાનેર નજીક ઢાળ ચડાવતી વખતે ટ્રેકટર ઉલળતા ટ્રેકટર તથા ટ્રોલી વચ્ચે દબાઇ જતા ટ્રેકટરચાલકનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અકસ્માતના બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રાકેશભાઇ ગુલાબસિંહ પટેલીયા (ઉ.વ-૧૯ ધંધો. મજુરી રહે હાલ ગારીયા તા.વાકાનેર જી.મોરબી મુળ રહે ગામ દુર્ગાપુર મહોલ્લા દુક્કડ, મધ્યપ્રદેશ) એ ગત તા.૧૩ ના રોજ સાંજના આશરે સાડા સાતેક વાગ્યાના અરસામા વાંકાનેરના ગારિયાથી મહિકા તરફ જતા કાચા રસ્તે કબ્રસ્તાન પાસે ગારીયા ગામની સીમમાં પોતાના હવાલા વાળુ ટ્રેકટર જી.જે.૧૨.ડી.એ-૧૬૧૬ તથા ટ્રોલી નં જી.જે.૧૨-બી.વી-૫૧૦૨ વાળુ રસ્તાનો ઢાળ ચડાવતી વખતે ટ્રેકટર ઉલળી ગયું હતું. આથી, ટ્રોલી ઉપર આવી જતા ટ્રેકટરચાલક ટ્રેકટર તથા ટ્રોલી વચ્ચે દબાઇ જવાથી તેમનું મોત નીપજ્યું હતું. વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IS3ejkRhHHm0EZHg22l5RY

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો
  • 152
  •  
  •  
  •  
  •  
  •  
    152
    Shares