Placeholder canvas

આવતીકાલે તમામ મતદાન મથકોમાં મતદારના નામ કમી-ઉમેરા-સુધારા થઈ શકશે.

રાજયભરમાં 15/12/19 થી 15/1/2020 સુધી શરૂ થયેલ મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત આવતીકાલે તા.5/1/2020ના રવિવારે શહેર જિલ્લાના તમામ મતદાન મથકોમાં બુથ લેવલ ઓફિસરો સવારે 10 વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી હાજર રહેશે અને મતદારોના નામ ઉમેરો, નામ કમી, સરનારા ફેરફાર સહિતના ફોર્મ ભરાવીને સ્વીકારશે.

આવતીકાલે અને ત્યાર પછી ફરી તા.12/1/2020ના રોજ પણ તમામ મતદાન મથકોમાં મતદાર યાદીની કામગીરી થશે. 1/1/2020ની દ્રષ્ટિએ 18 વર્ષ પૂર્ણ કરનાર તમામ મતદારોના નામ મતદાર યાદીમાં અચૂક આવે તે માટે ચૂંટણી પંચ કામગીરી કરી રહ્યું છે.

દરમ્યાન ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીની ચાલી રહેલી કામગીરીમાં હાલમાં મામલતદાર કચેરીઓમાં પણ કામકાજનો દિવસો દરમ્યાન નામ ઉમેરો-નામ કમી-સુધારા વધારાના ફોર્મ સ્વીકારવામાં આવે જ છે. મતદાર યાદી અદ્યતન ભૂલ વગરની તૈયાર કરવામાં આવશે અને તેની આખરી પ્રસિઘ્ધ ફેબ્રુઆરી માસમાં કરવામાં આવશે. મતદારોએ પોતાના કામો માટે આવતીકાલે પોતાના નજીકના મતદાન મથકોએ કામ કરાવવા માટે જવાની અપીલ તંત્રએ કરી છે.

આ સમાચારને શેર કરો