Placeholder canvas

આજે સાદગી સાથે મુસ્લિમ બિરાદરોએ ઇદ ઉજ્જવી, ઘરમાં જ નફિલ નમાઝ અદા કરી.

આજે મુસ્લિમ બિરાદરો ઘરે રહીને જ સાદગીપુર્ણ ઇદની ઉજવણી કરી. આલીમો અને ધાર્મિક વડાઓ દ્વારા પણ ઇદગાહ કે મસ્જિદ ને બદલે પોતાના ઘરમાં જ નમાજ પઢવાનુ કહેવામાં આવ્યુ હતુ. એ મુજબ જ મુસ્લિમ બિરાદરોએ પોતપોતાના ઘરે શુક્રાના અને ચાસ્તની નમાઝ પડ્યા હતા. જ્યારે નિયમ અનુસાર ચાર – પાંચ વ્યક્તિઓ મસ્જિદે ઇદની નમાઝ અદા કરી હતી.

કોરોના અને લોકડાઉનના પગલે ઇદની ખરીદીમાં પણ દર વર્ષે જેવો માહોલ જોવા મળ્યો ન હતો. આ ઇદમાં થોડો ફેરફાર છે. ઇદ મનાવાય પણ ગળે લગાડીને નહી દિલથી દિલ મળયા. સોશિયલ ડિસ્ટન્સીંગના સંપુર્ણ પાલના સાથે મુસ્લિમ બિરાદરો આજે ઇદ મનાવેલ છે. ઇદગાહ અને મસ્જિદમાં નહીં પણ પોત પોતાના ઘરે જ મુસ્લિમ બિરાદરોએ ઇદના દિવસે નમાજ અદા કરી હતી.

એક માસના ભારે આકરા તાપ સબ્ર બાદ મળતું ખુશીનો પર્વ એટલે ઇદ આ વખતે ઈદની ખુશી તો છે પણ લોકડાઉનના કારણે મુસ્લિમ બિરાદરોએ ઇદની નમાઝ અદા કરી નથી શક્યા તેમના બદલે આલીમોની સલાહ મુજબ બે રકાત શુક્રના અને ચાર રકાત ચાસ્તની નમાજ પડ્યા અને દુઆ ગુજારી હતી. આખો મહિનો ભારે તાપમાન રોજા રાખ્યા જકાત આપી ઉશર કાઢ્યું ઇમદાદા આપી અને ગરીબ લોકોને ઈદની ઉજવણી માટે ફિત્રા આપ્યા, આ વર્ષે ઇદની ઉજવણી ખૂબ જ સાદગીપૂર્વક અને સરકારના લોક્ડાઉનને લઈને એમના નિયમને અનુસરીને પોતપોતાના ઘરે નમાજ અદા કરી અને પોતાના ગામ,રાજ્ય,દેશ અને સમગ્ર દુનિયામાંથી કોરોના નાબૂદ થાય તેવી ખાસ દુઆ ગુજારવામાં આવી હતી….

ઇદની સાદગીપુર્ણ ઉજવણી માટે મુસ્લિમ યુવાનો દ્વારા સોશિયલ મીડિયા પર પણ મેસેજ દ્રારા અપિલ કરવામાં આવી હતી. કાદિર શેખે કવિતા રૃપે લખ્યુ કે ” મેં ઈદ જરૂર મનાઉંગા લેકિન ના નયે કપડે સિલવાઉંગા ના નયે જુતે ચપ્પલ લાઉંગા. મસ્જિદે બંધ રહી બંધ રહા હર ઇબાદત કા ઘર તો ફિર મેં ઈદ મિલને ક્યો કિસીકે ઘર જાઉંગા. કુછ રૂપયે હૈ મેરે પાસ તો ઉસ સે ગરીબ કા ચુલ્હા જલાઉંગા. કઇ ઈદો પર હાથ મિલે મિલે હમ એક દુઝે કે ગલે પર ઇસબાર સિર્ફ દૂર રહકર ભી દિલ સે દિલ મિલાઉંગા.”

કપ્તાનના તમામ સુજ્ઞ વાચકો, દર્શકો, મિત્રો, શુભેચ્છકો અને વિજ્ઞાપન દાતાઓને ઈદ-ઉલ-ફિત્રની કપ્તાન પરિવાર તરફથી ખુબ ખુબ શુભેચ્છાઓ…. ઈદ મુબારક

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IV22NoXRwQNENxfHuD1bom

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો