Placeholder canvas

વાંકાનેર: આજે એક જ દિવસમાં 4 કેસ નોંધાયા, વાંકાનેરમાં કુલ કેસ 28 થયા.

વાંકાનેર: ગઈકાલે તાલુકાના કોઠી ગામે એક કેસ નોંધાયા બાદ આજે વાંકાનેર શહેરમાં એક જ દિવસમાં ચાર કેસ નોંધાયા છે. આ સાથે વાંકાનેરમાં કોરોના પોઝિટિવના કુલ કેસની સંખ્યા ૨૮ થઈ ગઈ છે.

અમારા માહિતી શોર્ષમાંથી મળેલી માહિતી મુજબ વાંકાનેરના જીનપરા વિસ્તારમાંથી એક મહિલા અને એક પુરુષ , પ્રતાપ રોડ પરથી 1 પુરુષ અને ગાયત્રી મંદિર પાસેથી 1 મહિલા આમ વાંકાનેર શહેરમાંથી આજે કુલ ચાર કેસ નોંધાયા છે. આ સાથે વાંકાનેરના કોરોનાના કુલ કેસની સંખ્યા ૨૮ થઈ ગઈ છે. જેમાંથી 17 દર્દીને સારું થઈ જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે 2 દર્દી હાલમાં સારવાર હેઠળ છે અને અત્યાર સુધીમાં કુલ પાંચ વ્યક્તિના મોત થયા છે. આજે વધુ 4 કેસ નોંધાતા હવે સારવાર હેઠળ દર્દિનિ સંખ્યા 6 થઈ જશે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/D8si7rQZb9c7DlZFdyRiAm

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો