Placeholder canvas

આજે 14મી નવેમ્બર: બાળ દિવસની શરૂઆત ક્યારે થઈ? જાણો

સમગ્ર દેશમાં 14 નવેમ્બરે બાળ દિવસ મનાવવામાં આવે છે. આજના દિવસે જ દેશના પ્રથમ પ્રધાનમંત્રી જવાહર લાલ નેહરુની જયંતી હોય છે. બાળ દિવસના દિવસે અનેક સ્કૂલોમાં ખેલ-કૂદના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત અનેક સ્કૂલોમાં બાળ દિવસના દિવસે બાળકોને પ્રવાસ પર લઈ જવામાં આવે છે.

બાળ દિવસના દિવસે બાળકોને ગિફ્ટ્સ આપવામાં આવે છે. બાળ દિવસે ઉત્સવોનું આયોજન દેશના ભવિષ્યના નિર્માણમાં બાળકોનું મહત્વ દર્શાવે છે. આ સાથે જ આ દિવસે બાળકોના અધિકારો પ્રત્યે લોકોને જાગૃત કરવામાં આવે છે. આ ખૂબ જ જરૂરી છે કે, બાળકોને યોગ્ય શિક્ષણ, પોષણ અને સંસ્કાર મળે, કારણ કે, બાળકો જ દેશનું ભવિષ્ય છે.

14 નવેમ્બરે જ કેમ બાળ દિવસ?
યુનાઈટેડ નેશને 20 નવેમ્બર 1954ના રોજ બાળ દિવસ મનાવવાની જાહેરાત કરી હતી અને ભારત ભારતમાં પંડિત જવાહર લાલ નેહરુના અવસાન પહેલા 20 નવેમ્બરે જ બાળ દિવસ મનાવવામાં આવતો હતો. જો કે 27 મેં 1964ના રોજ પંડિત નેહરુના અવસાન બાદ બાળકો પ્રત્યે તેમના પ્રેમને જોઈને સર્વ સંમતિથી નિર્ણય લેવામાં આવ્યો કે, હવે દર વર્ષે 14 નવેમ્બરે જ ચાચા નેહરૂના જન્મ દિવસ પર બાળ દિવસ મનાવામાં આવશે. જે બાદ દર વર્ષની 14 નવેમ્બરે બાળ દિવસ મનાવવામાં આવવા લાગ્યો.

વિશ્વના વિભિન્ન દેશોમાં અલગ-અલગ દિવસે બાળ દિવસ આંતરરાષ્ટ્રીય બાળ દિવસ 20 નવેમ્બરે જ ઉજવવામાં આવે છે. 1959માં સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાએ બાળ અધિકારોની જાહેરાત કરી હતી. બાળ અધિકારોને 4 અલગ-અલગ વિભાગોમાં વેચવામાં આવ્યા છે.

♦ જીવન જીવવાનો અધિકાર
♦ સંરક્ષણનો અધિકાર
♦ સહભાગિતાનો અધિકાર
♦ વિકાસનો અધિકાર

જો કે અનેક દેશો એવા છે, જ્યાં 20 નવેમ્બરની જગ્યાએ અલગ-અલગ તારીખે બાળ દિવસ ઉજવવામાં આવે છે.

અનેક દેશોમાં 1 જૂને બાળ દિવસ મનાવવામાં આવે છે. જ્યારે ચીનમાં 4 એપ્રિલ, પાકિસ્તાનમાં 1 જુલાઈ, અમેરિકામાં જૂનના બીજા રવિવારે બાળ દિવસ મનાવવામાં આવે છે. આ ઉપરાંત બ્રિટનમાં 30 ઓગસ્ટ, જાપાનમાં 5 મે. પશ્ચિમ જર્મનીમાં 20 સપ્ટેમ્બરે બાળ દિવસ મનાવવામાં આવે છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/ECVpypuZSbJBZMyYjhoQVi

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો