Placeholder canvas

દુકાનો ખોલવી કે નહિ ? વેપારીઓમાં મુંઝવણ: બજારોમાં ધમધમાટ વધી ગયો

ગુજરાતમાં આજે લોકડાઉન હવે તેના અંતિમ તબકકામાં છે તે સમયે દુકાનો ખોલવાની મંજુરી આપતા કેન્દ્ર સરકારનાં ગઈકાલ મધરાતનો પરિપત્ર સવાર સુધીમાં સોશ્યલ મિડિયામાં વાયરલ થઈ જતાં સરકારે દુકાનો ખોલવા મંજુરી આપી છે તેવા અનુમાન સાથે આજે રાજકોટ સહિતનાં શહેરોમાં સવારથી સેંકડો દુકાનદારો તેમના ધંધા શરૂ કરવા માટે પહોંચી ગયા હતા. તો બીજી તરફ આ પરિપત્ર અંગે જબરી દ્વિધા હોવાથી અખબારી કચેરીઓમાં પણ પૂછપરછનો દૌર શરૂ થઈ ગયો હતો.

કેન્દ્રનાં પરિપત્રમાં માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સ જાળવવાની શરતે દુકાનો 50% સ્ટાફ સાથે ખુલ્લી રાખવા મંજુરી આપી છે પણ કયા પ્રકારનાં વ્યાપાર-ધંધાની દુકાનો ખુલ્લી રાખવી તેની કોઈ માર્ગરેખા જારી ન હોવાથી અને ગુજરાત સરકાર તેની ગાઈડલાઈન હજુ નિશ્ચિત કરી રહી હોવાથી જબરી દ્વિધા હતી.

જોકે કરીયાણા કે આવશ્યક ચીજોની દુકાનો અને જથ્થાબંધ વેપાર તો રોજીંદા યથાવત હતો પણ અન્ય દુકાનદારોને પણ ધંધો શરૂ થવાની આશાએ દોડતા કરી દીધા છે. જોકે તમામ શોપમાં પાન-ચા-ફરસાણ જેવી દુકાનો ખુલ્લી રાખી શકાય કે કેમ તે અંગે પણ જબરી દ્વિધા પ્રવર્તી રહી છે અને જયાં સુધી સરકાર કોઈ સ્પષ્ટતા ન કરે ત્યાં સુધી આ સ્થિતિ રહેશે.

બીજી તરફ વેપારીઓ દુકાન ખોલવા લાગતા અને તેના અહેવાલ વહેતા થતા પોલીસ એકશનમાં આવી ગઈ હતી. શહેરનાં વિસ્તારોમાં પોલીસે જેઓને મંજુરી નથી તે દુકાનો બંધ કરાવી હતી અને સરકારની કોઈ ગાઈડલાઈન આવી જાય ત્યાં સુધી રાહ જોવા પણ જણાવ્યું હતુ.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/D0ZZOKDGKu842lX8XORg28

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો