Placeholder canvas

રાજકોટમાં 10 વર્ષના તરુણ સાથે ત્રણ મિત્રોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી મારમાર્યો

રાજકોટમાં એક 10 વર્ષના તરુણ સાથે તેની ઉમરના બે અને એક સગીર મિત્ર સહિત ત્રણ મિત્રોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી મારમાર્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવતા સનસનાટી મચી ગઈ છે.

આ બનાવથી મુસ્લિમ પરિવાર હતપ્રભ બની ગયો હતો અને આ મામલે થોરાળા પોલીસમાં ફરીયાદ નોંધવતા પોલીસે આ પ્રકરણમાં ત્રણ સગીરને સકંજામાં લઇ વધુ તપાસ શરુ કરી છે. ભોગ બનનાર બાળકને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે. બનાવની મળતી વિગતો મુજબ રાજકોટમાં બેડીપરા ફાયર બ્રિગેડ નજીક રહેતા આ પરિવારનો 10 વર્ષનો પુત્ર ઘરેથી રમવા ગયા બાદ મોડે સુધી પરત નહી આવતા તેની માતા તેને શોધવા નીકળી

ત્યારે નદી પાસે પહોચતા પુત્રની ચીસ સાંભળીને માતા ગભરાટમાં આવી ગઈ અને પુત્રની ચીસ સાંભળી તે દિશામાં દોડી જોયું તો અવાચક બની ગઈ 10 વર્ષના તેમના પુત્ર સાથે તેની ઉમરના બે મિત્રો અને એક તેનાથી મોટી ઉમરનો સગીર પુત્ર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી રહ્યા હતા માતાએ પુત્રને આ ત્રણેય સગીરોના ચુગાલ માંથી મુક્ત કરાવી આ કૃત્ય બદલ ત્રણેયને ઠપકો આપ્યો હતો.

આ પરિવારના 10 વર્ષના પુત્ર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર ત્રણેય મિત્રો હતા અને 10 વર્ષના સગીરને રમવાના બહાને નદીના પટમાં લઇ ગયા હતા અને જ્યાં તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી તેને મારમાર્યો હતો.બે મિત્રોએ બાળકને પડકી રાખ્યો એન વારાફરતી ત્રણેયે તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કયું હોવાનું ભોગ બનનારે પોતાની માતાને આપવીતી સાથે જણાવ્યું હતું.

માતા પોતાના પુત્રને લઇ ઘરે આવી હતી ત્યારબાદ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યનો ભોગ બનેલા 10 વર્ષના બાળકને દુખાવો થતા તપાસ કરતા ગુદાના ભાગે લોહી નીકળતું હોય તાત્કાલિક માતા પોતના પુત્રને લઇ સિવિલ હોસ્પિટલ ગઈ હતી અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યનો ભોગ બનેલા પુત્રની સારવાર કરાવી હતી આ બનાવ અંગે થોરાળા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આ મામલે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર ત્રણેય સગીરને સકંજામાં લઈ વધુ તપાસ શરુ કરી છે.

આ સમાચારને શેર કરો