Placeholder canvas

વાંકાનેર: વાલાસણમાં ધોળા દિવસે રૂપિયા દોઢ લાખ અને સોના-ચાંદીના દાગીનાની ચોરી

વાંકાનેર: ગઈકાલે વાલાસણ ગામે સવારે 10 થી 12 ની વચ્ચે ધોળા દિવસે ઘરના મુખ્ય દરવાજાનો મિજાગરો તોડી ને દોઢ લાખ રૂપિયા અને સોના-ચાંદીના દાગીનાની ચોરી થયેલ છે.

મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના વાલાસણ ગામના ભોરણીયા ઇબ્રાહિમ ફતેહમહંમદભાઈ ગઈ કાલ સવારે સાત-સાડા સાત વાગ્યાની આસપાસ પોતાના પરિવાર સાથે વાડીએ ખેતીકામ માટે ગયા હતા અને બપોરે ઘરે આવ્યા ત્યારે પોતાના ઘરના મુખ્ય દરવાજાનો મિજાગરો તૂટેલો હતો અને તાળું નીચે પડયું હતું તેમજ બધા રૂમના દરવાજા ખુલ્લા હતા અને રૂમની અંદર કબાટ પણ ખુલ્લા હતા અને વસ્તુ વેરવિખેર પડી હતી આ દ્રશ્ય જોતા ઇબ્રાહીમભાઇના પુત્ર ફૈઝાને તેમના પપ્પાને ફોન કરીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી અને તેઓ પણ ઘરે દોડી આવ્યા હતા.

ઘરે તપાસ કરતા તાજેતરમાં ખેતી પાક વેચેલ તેમના હિસાબના રૂપિયા 1,55 000 અને આઠ તોલા સોનાના દાગીના તેમજ છ જોડી ચાંદીના સાંકડા ગુમ થયા હતા જેમની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસ વાલાસણ ગામે પહોંચી હતી અને આ ઘટનાની જાણ થતાં એલસીબી મોરબી પણ દોડી આવી હતી. પોલીસે અલગ-અલગ દિશામાં તપાસ શરૂ કરી છે અને ઘરના સભ્યોના નિવેદનો લેવામાં આવ્યા છે.

વાંકાનેર તાલુકા પોલીસે કુલ 3,95,000ના મુદ્દામાલની ચોરી થયાની એફઆઈઆર નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ચોરી થતાં વાલાસણના ખેડૂત ઇબ્રાહીમભાઇ ને આખા વર્ષની કમાણી તેમજ ટીપે ટીપે ભેરૂ કરેલને લીધેલ સોના ચાંદીના દાગીના ચોરાઈ જતાં તેઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

આ સમાચારને શેર કરો