Placeholder canvas

વાંકાનેર: વાંકીયાના યુવાનને બહેનના સાસરિયાને સમજાવવા જવુ ભારે પડ્યુ

વાંકાનેરના વાંકીયા ગામની રહેવાસી મુસ્લીમ યુવતીના લગ્ન રાતીદેવડી મુકામે કરેલા હોય અને ત્યાં યુવતીના સાસરીયાએા દ્વારા તેમની બહેનને ત્રાસ આપવામાં આવતો હોવાનો તેણીએ તેના ભાઇને ફોન કર્યો હતો જેથી યુવતીનો ભાઈ તેની બેનના સાસરિયાઓને સમજાવવા માટે રાતીદેવડી ગામે આવતા ત્યાં થયેલ બોલાચાલી દરમ્યાન યુવાનને માર મારવામાં આવ્યો હતો જેથી સારવાર લીધા બાદ તેણે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ મથકેથી પ્રાપ્ત થયેલ માહિતી મુજબ મોરબી વાંકાનેરના વાંકીયા ગામે રહેતા સોએબ રસુલભાઈ બાબરા નામના ૨૧ વર્ષના મુસ્લિમ યુવાનને મારામારીના બનાવમાં ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલે લઇ જવાયો હતો.

ત્યાર બાદ તેણે વાંકાનેર સિટી પોલીસ મથકે રાતીદેવડી ગામના આદિલ હુસેન ભેારણીયા, સાકીર હુશેન ભેારણીયા, ગુલાબ ભેારણીયા અને શાહબુદ્દીન ભેારણીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને જણાવ્યું હતું કે તેમની બહેન જમીલાબેનનેા તેને ફોન આવ્યો હતો અને જમીલાબેને કહ્યુ હતુ કે તેમના સાસુ તેણીને વાંકીયા જવાની ના પાડે છે.તેથી સેાએબ બહેનના સાસુને સમજાવવા બહેનના ઘરે રાતીદેવડી ગયો હતો.

જમીલાબેનના સાસુ જમીલાને તેમના માવતરના ગામે જવાની ના પાડી હતી અને માથાકૂટ કરતા હતા આથી બહેનનાના પરિવારજનોને સમજાવવા માટે સોયબ રાતીદેવડી ગામે ગયો હતો જ્યાં બોલાચાલી દરમિયાન સામેવાળા ચારેયએ ઉશ્કેરાઈ જઈને સેાએબને ઢીકાપાટુનો માર મારીને જમણા હાથની આંગળીના ભાગે ધેાકેા મારી દીધાે હતેા. જેમની ફરિયાદ નોધી આગળની તપાસ વાંકાનેર સીટી પીએસઆઈ પી.સી.મોલીયા કરી રહ્યા છે.

આ સમાચારને શેર કરો