Placeholder canvas

મોરબી ખુન કેસ: મૃતક બિભત્સ ઈશારા કરતો હોવાથી મહિલાના પતિએ પતાવી દીધો.

મોરબી : મોરબીના લખધીરપુર રોડ આવેલ સીરામીક ફેકટરીમાં આજે છરીના ધા ઝીકીને એક મજૂરની હત્યા કરવા મામલે ગુન્હો નોંધાયો છે. જેમાં મૃતક મજુરે આજ કારખાનામાં કામ કરતી એક મહિલાને બીભત્સ ઈશારા કરતા ખુન્નસે ભરાયેલા એ મહિલાના પતિએ શ્રમિકને છરીના ઘા ઝીકીને હત્યા કરી નાખી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ હત્યાના બનાવ અંગે બી ડિવિઝન પોલીસે એક આરોપી સામે ગુન્હો નોંધીને તપાસ હાથ ધરી છે. જો કે આ આરોપી પોલીસની હાથવેંતમાં હોવાનું જાણવા મળ્યું છે.

આ હત્યાના બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકેથી મળેલ મશીતી મુજબ મોરબીના લખધીર પુર રોડ ઉપર આવેલ રેડીયન્ટ સીરામીક કારખાનામાં રહીને કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની શ્રમિકની આજે તેની ઓરડીમાંથી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ બનાવની જાણ થતાં બી ડિવિઝન પીઆઇ વિરલ પટેલ સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતકની લાશને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં મૃતક શ્રમિક જ્ઞાનેન્દ્ર હરવંશ મિશ્રા (ઉ.વ.27) હોવાની ઓળખ મળી હતી અને પોલીસની વધુ તપાસમાં આ શ્રમિકની આ કારખાનામાં કામ કરતી પરણિત મહિલાને બીભત્સ ઈશારા કરવામાં હત્યા થઈ હોવાનો ચોકવનારો ઘટસ્ફોટ થયો હતો.

શ્રમિકની હત્યાના બનાવ અંગે તેજ કારખાના મજૂરી કામ કરતા તેના સંબંધી નીરજ જવાહર પાંડેએ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, તેજ સીરામીક કારખાનામાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની બારીવાલ કુશાલભાઈ ટુડુંની પત્નીને બે દિવસ પહેલા મૃતક જ્ઞાનેન્દ્ર હરવંશ મિશ્રાએ બીભત્સ ઈશારા કર્યા હતા. આથી આ મહિલાએ તેના પતિ બારીવાલ કુશાલભાઈ ટુડું આ બાબત જણાવી હતી. જેથી ક્રોધિત થયેલા પતિ બારીવાલ કુશાલભાઈ ટુડુંએ જ્ઞાનેન્દ્ર મિશ્રાને શાકભાજીની છાલ ઉતારવાના ચોપરથી ગળાના ભાગે મારીને હત્યા કરી નાખી હતી. આમ શ્રમિકે કોઈની પત્નીને બીભત્સ ઈશારા કરવામાં જીવ ખોવાનો વખત આવ્યો છે.

આ સમાચારને શેર કરો