મોરબી: પત્નીએ દિયર સાથે મળીને આડા સંબંધમાં આડખીલીરૂપ પતિની હત્યા કરી

મોરબી : મોરબીના ભડિયાદ ગામ પાસે આવેલ સીરામીક ફેક્ટરીના મજૂરોના ક્વાર્ટરમાં ગત એપ્રિલ માસમાં મજુર યુવાનની હત્યા કરીને લાશ સળગાવી દીધા હોવાના રહસ્યમય બનાવનો પોલીસે ભેદ ઉકેલી નાખ્યો હતો. જેમાં પોલીસે મૃતક યુવાનના પિતરાઈ ભાઈ અને મૃતકની પત્નીને ઝડપી લઈને પૂછપરછ કરતા બન્ને જ હત્યા કરી હોવાનું ખુલ્યું છે. મૃતક યુવાનની પત્નિ તથા તેના પિતરાઈ ભાઈ વચ્ચે આડો સંબંધ હોવાથી આડા સંબંધમાં આડખીલીરૂપ પતિનું કાસળ કાઢી નાખ્યું હતું.

મોરબીના ભડિયાદ ગામ પાસે આવેલ અતુતોષ સીરામીક કારખનાની મજૂરની ઓરડીમાંથી ગતતા.27 એપ્રિલના રોજ જસવંત કાળું નામના મજુર યુવાનની સલગેલી હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસની તપાસમાં જે તે સમયે આ બનાવ હત્યાનો હોવાનું સ્પષ્ટ બન્યું હતું. મૃતક યુવાની સાથે રહેતા તેના પિતરાઈ ભાઈ પપ્પુ તથા મૃતકની પત્ની આ બનાવ બાદ રહસ્યમય સંજોગોમાં લાપતા બની જતા બન્ને તરફ શંકા ઘેરી બની હતી અને બાદમાં પોલીસે આ બન્ને ફરાર આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પણ બન્ને આરોપીઓ ઝડપાયા ન હતા.

તે દરમ્યાન જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલાએ આ બનાવની તપાસ ડી.વાય.એસ.પી.મુકેશ ચૌધરીને સોંપી હતી.આથી ડી.વાય.એસ.પી ચૌધરી સહિતની પોલીસની ટીમોએ આજે ચોક્કસ બાતમીના આધારે મોરબી તાલુકા વિસ્તારમાંથી આરોપી પપ્પુ અને મૃતકની પત્નીને ઝડપી.લીધા હતા.આ બનાવ અંગે પોલીસની પૂછપરછમાં એવી વિગતો બહાર આવી હતી કે, આરોપી પપ્પુ મૃતકનો પિતરાઈ ભાઈ થાય છે.એ નાતે તે બનાવ બન્યાના થોડા સમય પહેલા જ તે મૃતક અને તેની પત્નીને અહીં કામે લાવ્યો હતો અને ત્રણેય સાથે રહીને મજુરી કામ કરતા હતા.એ દરમ્યાન પપ્પુ અને મૃતકની પત્ની વચ્ચે આડો સંબંધ બધાયો હતો. જેની પતિને ગંધ આવી જતા ઝઘડાઓ થવા લાગ્યા હતા. આથી બન્ને આરોપીઓ પતિનો કાટો કાઢી નાખવાનો પ્લાન ઘડીને તેની હત્યા કરી લાશને સળગાવી દઈને ફરાર થઈ ગયા હતા. પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

🌐🌐🌐🌐🌐🌐🌐🌐

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનની મોબાઇલ ઍપ્સ ડાઉનલોડ કરો…..

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •